________________
પ્રબંધ.] સમકિત અધિકાર
૨૦૫ અહીં કેઈ શંકા કરે કે-નિશ્ચય અને વ્યવહાર એ બેમાં કેણુ મુખ્ય? તેના જવાબમાં બન્ને પ્રધાનપણું કહે છે –
यथा केवलमात्मानं जानानः श्रुतकेवली। श्रुतेन निश्चयात्सर्व श्रुतं च व्यवहारतः ॥ ६४ ॥
મૂલાઈ–જેમ શ્રુતકેવળી શ્રુતવડે નિશ્ચયથી કેવળ આત્માને જાણે છે, તે જ પ્રકારે વ્યવહારથી સર્વ શ્રુતને જાણે છે. ૬૪.
ટકાથે–હે ભદ્ર! આ પ્રકારે બન્ને નયની મુખ્યતા જાણવી. શ્રત કેવળી એટલે શ્રુત જ્ઞાનને વિષે કેવળી ભગવાનની જેવા, શ્રતનું જ્ઞાન પરિપૂર્ણ હેવાથી અને સકલ સંશયરહિત થવાથી તેવા મુનિ નિશ્ચયથી અર્થાત્ વસ્તુસ્વરૂપને નિર્ધાર કરનાર જ્ઞાનથી એટલે શ્રુત જ્ઞાનના સામર્થ્યથી, કેવળ-કર્મ, શરીર વિગેરેના સંગ રહિત એક-શુદ્ધ સત્તામય અર્થત પરિપૂર્ણ એવા આત્માને-જીવને જાણે છે, તે જ પ્રકારે વ્યવહારથી શ્રુતજ્ઞાનવડે ઉત્પન્ન થયેલી બુદ્ધિના બળથી સમગ્ર મુતનેશાસ્ત્રને જાણે છે. કર્મરહિત આત્માને જાણવાથી નિશ્ચયને અને સર્વ શ્રુતના અભ્યાસથી વ્યવહારને એમ બન્નેને જાણે છે અને પ્રમાણુરૂપ માને છે. ૬૪.
એક નિશ્ચય કહી શકાય તેવું નથી, તે કહે છેनिश्चयार्थोऽत्र नो साक्षाद्वक्तुं केनापि पार्यते । व्यवहारो गुणद्वारा तदर्थावगमक्षमः ॥ ६५ ॥
મૂલાર્થ–આ જગતમાં કઈ પણ નિશ્ચયના અર્થને સાક્ષાત કહેવાને શક્તિમાન નથી. પરંતુ વ્યવહાર નય તે નિશ્ચયના ગુણદ્વારા તે (નિશ્ચય)ના અર્થને બોધ કરવા સમર્થ છે. ૬૫.
ટીકાર્થ–આ મનુષ્ય લોકને વિષે નિશ્ચયાને–આત્માના સહજ સ્વભાવને સાક્ષાત્ કેાઈ પણ પંડિત પુરુષ કહી શકે તેમ નથી. કેમકે કેવળ નિશ્ચય નય વાણીને અવિષય છે. પરંતુ વ્યવહાર નય-શબ્દને પ્રયોગ સત્વ, ચેતન વિગેરે નિશ્ચયના ગુણદ્વારાએ તે નિશ્ચયના અર્થને બોધ કરવામાં સમર્થ છે. અર્થાત્ વ્યવહાર જ તે નિશ્ચયના ગુણ કહેવા ૨૫ ઉપાયવડે નિશ્ચય સ્વરૂપને પ્રાપ્ત કરાવે છે. ૬૫.
કેવળ વ્યવહારનું પ્રાધાન્ય કહેવાથી પણ દોષ છે, તે કહે છે– प्राधान्यं व्यवहारे चेत्तत्तेषां निश्चये कथम् । परार्थस्वार्थते तुल्ये शब्दज्ञानात्मनोईयोः ॥ ६६ ॥
Aho ! Shrutgyanam