________________
૨૦૪ અધ્યાત્મસાર ભાષાંતર.
ચતુર્થમલાર્થ-નાસ્તિત્વાદિકને આગ્રહ છતે ઉપદેશ તથા ઉપદેશક ઘટતા નથી. તેથી કરીને સંદેહાદિકના નિરાસથી કોને ઉપકાર થાય? ઈને પણ ઉપકાર ન થાય. ૬૨.
ટીકાર્થ-નાસ્તિત્વ-જીવાદિક નથી.” એવા પ્રકારની વાણીને વ્યાપાર તથા આદિ શબ્દ છે તેથી તેના નિત્યત્વ અનિત્યત્વ વિગેરેને આગ્રહ છતે ઉપદેશ-બીજાની પ્રવૃત્તિ અને નિવૃત્તિનાં કારણરૂપ હિતા હિતનું વ્યાખ્યાન ઘટતું નથી. કારણકે આત્માદિકને અભાવ હેવાથી ઉપદેશને પણ અભાવ થાય છે. અને તે જ કારણથી ઉપદેશક-દેશના આપનાર પણ ઘટતા નથી, તેથી-નાસ્તિત્વાદિકના ઉપદેશથી સંદેહાદિકને નાશ કરીને કેને ઉપકાર-અનુગ્રહ થવાનું છે? શ્રોતાદિકને અભાવ હોવાથી કોઈને ઉપકાર થશે નહીં. ૬૨.
અહીં કેઈ શંકા કરે કે આ વ્યવહારને ઉલ્લંઘન કરનાર મિથ્યાત્વ કેવા મનુષ્યમાં હોય છે? એવી આકાંક્ષા પર પાંચ શ્લેકે કરીને કહે છે
येषां निश्चय एवेष्टो व्यवहारस्तु संगतः। विप्राणां म्लेच्छभाषेव स्वार्थमात्रोपदेशनात् ॥ ६३ ॥
મલાઈ–જેઓને સ્વાર્થ માત્રના જ ઉપદેશથી નિશ્ચય જ ઈષ્ટ છે, અને બ્રાહ્મણને નહીં બોલવા લાયક સ્લેચ્છ ભાષાની જેમ વ્યવહાર સંગત છે એટલે અનાદર કરવા લાયક છે, તેઓને વ્યવહારનું ઉલ્લંઘન કરનાર મિથ્યાત્વ હોય છે. ૬૩.
ટીકાર્યું–જેઓને એટલે આત્માદિક વસ્તુના સ્વરૂપને નહીં જાણ નારા પુરૂને સ્વાર્થ માત્રના ઉપદેશથી-પિતાને અર્થ એટલે છત અથવા અછતે કેવળ સ્થિતિ, ઉત્પાદ અને વ્યય અભિધેય છે, એ પ્રમાણેના ઉપદેશથી અથવા પિતાને ઈચ્છિત એવા અર્થના એટલે દ્રવ્ય, ભેગ અને સુખ વિગેરેની પ્રાપ્તિરૂપ વ્યવહારના ઉપદેશથી નિશ્ચય એટલે સ્વાભાવિક ચિત (ચૈતન્ય) સ્વભાવ માત્ર અથવા કેવળ ભૂતની સત્તા માત્ર અથવા કેવળ ક્ષણવિનાશિપણને જ નિશ્ચય ઈષ્ટ છે–પ્રમાણરૂપ છે, તથા ઉત્પત્તિ, વિનાશાદિક પૂર્વે કહેલ વ્યવહાર અને થવા અવતાર વિગેરે કહેવારૂપ વ્યવહાર બ્રાહ્મણોને સ્વેચ્છ ભાષાની જેમ એટલે “કંઠે પ્રાણુ આવે તે પણ બ્રાહ્મણને યવન ભાષા બેલવા લાયક નથી.” એ પ્રમાણે આદર રહિતપણે સંગત-તુલ્ય છે. એટલે પિતાના ઈચ્છિતને પૂર્ણ કરનાર જળ માટી વિગેરેથી શુદ્ધિ કરવારૂપ કાંઈક છે, પણ પરમાર્થપણે નથી. તેઓને વ્યવહારનું ઉલ્લંઘન કરનારું મિથ્યાત્વ હેય છે. ૬૩.
*"Aho ! Shrutgyanam