________________
૧૯૬
અધ્યાત્મસાર ભાષાંતર. [ચતુર્થસ્વપરના સમાન સુખદુઃખરૂપ યથાર્થ વસ્તુસ્વરૂપને જણાવનારા જ્ઞાનને સંબંધ હોવાથી એટલે સર્વત્ર દયાવાન હોવાથી અગ્નિના સંગથી તપાવેલા-અગ્નિના વર્ણ જેવા થયેલા લેહપાત્ર ઉપર પગને સ્થાપન કરવા જેવી એટલે કંપસહિત પ્રવૃત્તિવાળી હિંસાના-પ્રાણું વિરાધનાના અનુબંધની-સંબંધની એટલે હિંસાને અનુસરનાર દુર્ગતિને આપનાર કર્મના બંધની ઉત્પત્તિ થતી નથી. કારણ કે તેમાં તેમને દુષ્ટ આશય ન હેવાથી કરૂણરસવડે તે હિંસાના અનુબંધને નાશ થાય છે. ૪૭.
કહેલા અર્થની જ પુષ્ટિ કરે છે– सतामस्याश्च कस्याश्चिद्यतनाभक्तिशालिनाम् । अनुबन्धो ह्यहिंसाया जिनपूजादिकर्मणि ॥ ४८॥
મૂલાઈ–વતના અને ભક્તિ કરીને શોભતા સહુરૂષને જિનપૂજાદિક ક્રિયામાં કદિ કાંઈ હિંસા થાય, તે પણ તેથી તેને અનુબંધ અહિંસાને જ થાય છે. ૪૮.
ટીકાળે જીવનું રક્ષણ કરવા માટે પૃથ્વી તથા જળનું શોધન કરવું અને જળનું ગાળવું વિગેરે યતના તથા જિનેશ્વરને વિષે પૂજ્યબુદ્ધિ એટલે તેમના ગુણ અને ઉપકારનું સ્મરણ, તેના પર પ્રીતિ અને બહુમાન વિગેરે રૂ૫ ભક્તિ, એ બન્ને વડે શોભનારા પુરૂષોનેસમ્યગ્દષ્ટિ જીવોને જિનેશ્વરની પૂજા કરવી તથા મુનિને દાન આપવું : વિગેરે ક્રિયાને વિષે કઈ પણ જાતની-પુષ્પ, અગ્નિ, વાયુ કે જળાદિકને વિષે ઉત્પન્ન થયેલી હિંસાને સંભવ થયા છતાં પણ તેમને ખરેખર અહિંસાનો જ-પ્રાણું દયાને જ અનુબંધ એટલે અહિંસાને અનુસારે ગતિ આપનારે શુભ કર્મને બંધ થાય છે, પણ હિંસાને અનુસારે કર્મબંધ થતું નથી. અર્થાત્ જે કે પીડા કરવારૂપ તથા દેહનો નાશ કરવારૂપ હિંસાના બે હેતુઓ જણાય છે, પણ દુષ્ટ અધ્યવસાયરૂપ ત્રીજા હેતુનો અભાવ હોવાથી અનુબંધ અહિંસાને થાય છે. ૪૮.
કહેલા અને પ્રતિપક્ષ કહે છે – ... हिंसानुबन्धिनी हिंसा मिथ्यादृष्टेस्तु दुतेः।
અજ્ઞાનેન્દ્રિયોનેર તા િતાદશી કર
મૂલાઈ – બુદ્ધિવાળા મિથ્યાષ્ટિની ગૃહાભાદિકમાં થયેલી હિંસા હિંસાના અનુબંધવાળી હોય છે, તથા તેની અહિંસા પણ અજ્ઞાનશક્તિના સંબંધે કરીને તેવીજ (હિંસા સદશ જ) હોય છે. ૪૯.
Aho! Shrutgyanam