________________
ર૦૧
પ્રબંધ.]
સમકિત અધિકાર ટીકાઈ–જેને વિષે (જિન શાસનને વિષે) આ પ્રકારે પૂર્વે કથા પ્રમાણે સેંકડે ભાંગા-પ્રકારે સહિત અહિંસાનું-જીવદયાનું વર્ણન કરેલું છે-સારી રીતે (વાસ્તવિક રીતે સંભવ, અનુબંધ અને શુદ્ધિ વિગેરે પ્રકારો વડે કહેલું છે, તેવું સમ્યવસ્તુને પ્રતિપાદન કરનાર સર્વ અંશે શુદ્ધ એટલે જાણવું અને તે પ્રમાણે પાલન કરવું, ઈત્યાદિ સર્વ પ્રકારે શુદ્ધ આ જિનશાસન-જિનાગમ જ સ્વીકાર કરવાને ગ્ય હેવાથી સર્વત્ર પ્રમાણભૂત છે. પ૬.
अर्थोऽयमपरोऽनर्थ इति निर्धारणं हृदि ।
आस्तिक्यं परमं चिह्न सम्यक्त्वस्य जगुर्जिनाः ॥५७॥
મૂલાર્થ–આ ઉપર કહેલે સર્વ અર્થ-સદ્ધસ્તુ છે, અને બીજે સર્વ અનર્થ-અસત્યરૂપ છે. એ પ્રમાણે હૃદયમાં જે નિશ્ચય કર, તે સમ્યત્વનું આસ્તિક્યરૂપ ઉત્કૃષ્ટ ચિહ્ન છે, એમ જિનેશ્વરેએ કહ્યું છે. ૫૭.
ટીકાર્થ–આ અહિંસાને પ્રતિપાદન કરનાર જિનેશ્વરે કહેલા સિદ્ધાંત અથવા સિદ્ધાંતમાં કહેલા આત્માદિક સર્વ પદાર્થો, એ જ અર્થ છે, એટલે સાધવા લાયક સદ્ધસ્તુ છે. તેનાથી બીજા સર્વે દર્શને અનર્થ છે-અહિતરૂપ છે, અર્થાત, ગ્રહણ કરવા લાયક ન હોવાથી અનિષ્ટરૂપ છે, આ પ્રકારે હૃદયમાં નિશ્ચય કર-એકાગ્રતા કરવી તે સમ્યકત્વનું આસ્તિક્ય આસ્થારૂપ પ્રકૃષ્ટ–પ્રથમ ચિહ્ન-હૃદયમાં રહેલું સમ્યકત્વસૂચક લક્ષણ છે, એમ સવૅજ્ઞ તીર્થકરેએ કહ્યું છે. આ આસ્તિક્ય નામનું સમ્યકત્વનું શ્રેષ્ઠ લક્ષણ જાણવું. પ૭
લક્ષણને વિષય ચાલતો હોવાથી એ સમ્યકત્વનાં બાકીનાં ચાર લક્ષણે કહેવા પૂર્વક અધિકારની સમાપ્તિ કરે છે– ... शमसंवेगनिर्वेदानुकंपाभिः परिष्कृतम् ।
दधतामेतदच्छिन्नं सम्यक्त्वं स्थिरतां व्रजेत् ॥ ५८ ॥ મલાર્થ–શમ, સંવેગ, નિર્વેદ અને અનુકંપા કરીને શેભિત એવા આ આસ્તિક્યને નિરંતર ધારણ કરનારા ભવ્ય જીવોનું સમકિત સ્થિરતાને પામે છે–નિશ્ચળ થાય છે. ૫૮.
ટીકાળેશમ એટલે શાંતિ અથવા ક્ષમા, સંવેગ એટલે મેક્ષની અભિલાષા તથા દેવ, ગુરૂ અને ધર્મ પરની પ્રીતિ, નિર્વેદ એટલે સંસારને વિષે ઉદાસીનતા અર્થાત્ વૈરાગ્ય, અને અનુકંપા એટલે દુઃખીને વિષે તથા ધર્મરહિતને વિષે દ્રવ્ય અને ભાવથી દયા. આટલાએ કરીને શેભિત એવા આ પ્રત્યક્ષપણે કહેલા આસ્તિયને નિરંતર અતિચાર
Aho ! Shrutgyanam