________________
પ્રબંધ.] સમકિત અધિકાર.
૧૯૯ અનુસરતા બંધની અત્યંતતાથી તથા અપ્રમાદથી અકર્તવ્યમાં અકર્તવ્યની બુદ્ધિ તથા કર્તવ્યમાં કર્તવ્યની બુદ્ધિરૂપ સાવધાનપણથી જ થાય છે. અન્યથા થતો નથી. અર્થાત મૂર્ખજનેને વિષે જ્ઞાન તથા અપ્રમાદ છે જ નહીં, માટે તેને અહિંસાને અનુબંધ થતું નથી. પર, હિંસા અને અહિંસાના ફળનું તરતમપણું બે શ્લેકવડે બતાવે છેएकस्यामपि हिंसायामुक्तं सुमहदन्तरम् । भाववीर्यादिवैचित्र्यादहिंसाया च तत्तथा ॥ ५३ ॥
મૂલાર્થ–એક જ જાતની હિંસામાં પણ ભાવ અને વીર્યની વિચિત્રતાને લીધે અત્યંત-ઘણું અંતર (તફાવત) કહેલું છે, તે જ પ્રમાણે આહિંસામાં પણ અંતર જાણવું. ૫૩.
ટીકાથે એક જાતિના જીવન વિષયવાળી અથવા એકજ મૃગાદિક જીવના વિષયવાળી હિંસામાં–જીવ વિરાધનામાં પણ રાગ દ્વેષરૂપી પરિણામ તથા કાર્યની વિશેષ પ્રકારની સિદ્ધિરૂપ ભાવ વીર્યચિત્તને ઉત્સાહ વિગેરેની વિચિત્રતા હોવાથી–હાનિ તથા વૃદ્ધિએ કરેલી તરતમતાથી અત્યંત મેટું અંતર હોય છે તેના ફળમાં તથા બંધમાં ઘણે તફાવત પડે છે. તે જ પ્રમાણે તેવું મોટું અંતર અહિંસામાં પણ અહિંસાના ફળને વિષે પણ જાવું. તાત્પર્ય એ છે કે કેઈ પુરૂષ છેડા પ્રેમથી ભેગેને ભેગવે છે, અને કેઈ ઘણું પ્રેમથી ભેગવે છે. તેમાં હિંસા તે બન્નેને સરખી છે, પરંતુ પાપના બંધમાં ઘણે તફાવત છે. હિંસાના ફળની તરતમતા ઉત્પન્ન કરવામાં ભાવ (મનના પરિણામ)ની વિચિત્રતા હોય છે, તે જ પ્રમાણે વર્યાદિકની પણ તરતમતા જાણવી. ૫૩.
सद्यः कालान्तरे चैतद्विपाकेनापि भिन्नता। प्रतिपक्षान्तरालेन तथा शक्तिनियोगतः ॥५४॥
મૂલાર્થ–આ હિંસા તથા અહિંસાના વિપાકે કરીને પણ ભેદ છે. કારણ કે તેવા પ્રકારની શક્તિના નિયમથી પ્રતિપક્ષના અંતરાલે કરીને તત્કાળ અથવા કાળાંતરે તેને ઉદય થાય છે. ૫૪.
ટીકાથે–પૂર્વે કહેલા હેતુસમૂહને લીધે આ હિંસા તથા અહિંસાના વિપાકે કરીને-ઉપાર્જિત કરેલા કર્મની સ્થિતિના પરિપાકથી થયેલા વિપાક ઉદયવડે કરીને પણ ભિન્નતા-ભેદ (તફાવત) છે. કારણ કે પૂર્વ કહેલી બંધને અવસરે ભાવ તથા વીર્યની વિચિત્રતાને અનુરૂપ શક્તિના-કર્મના સામર્થ્યના તથા જીવના પરિણામની વર્તનાના નિગથી-વિપાકની સન્મુખ કરવામાં વ્યાપારની ફુરણારૂપ પ્રેરણાથી
• Aho ! Shrutgyanam