________________
૧૯૫
પ્રબંધ.]
સમકિત અધિકાર માટે વૃક્ષના ઉગમથી પત્રાદિક પરિવારની જેમ અહિંસાના પરિસુમ (બુદ્ધિ) ઉત્પન્ન થવાથી સત્યાદિકના પણ પરિણામ ઉત્પન્ન થાય છે. ૪૫. તેવી અહિંસા પરમાર્થથી જિનશાસનને વિષે જ છે, તે કહે છે –
अहिंसासंभवश्चेत्थं दृश्यतेऽत्रैव शासने।। अनुबन्धादिसंशुद्धिरप्यत्रैवास्ति वास्तवी ॥४६॥ મૂલાઈ—આ પ્રમાણે અહિંસાને સંભવ આ જિનશાસનને વિષે જ જોવામાં આવે છે. તથા અનુબંધ વિગેરેની શુદ્ધિ પણ વાસ્તવિક રીતે આ જિનશાસનને વિષેજ છે. ૪૬.
ટીકાર્ય–આ પ્રમાણે-પૂર્વે કહ્યા પ્રમાણે વાસ્તવિક અહિંસાને સંભવ-ઉત્પત્તિ આ જિનાગમને વિષે જ અમે જોઈએ છીએ. કેમકે તેમાં આત્માને નિત્યાનિત્ય તથા દેહથી ભિન્નભિન્ન માને છે. એ પ્રમાણે બીજા કેઈ પણ શાસનને વિષે માનેલ નથી. તથા અનુબંધાદિકની શુદ્ધિ-અનુબંધ એટલે અહિંસાની વૃદ્ધિ અને શુદ્ધિને અનુસાર બેલવું, જવું, ઉભું રહેવું, બેસવું, આહાર કર, વિહાર કરવો વિગેરે ક્રિયામાં યતના પૂર્વક પ્રવર્તવું તે. તથા આદિ શબ્દ હેવાથી પ્રતિજ્ઞા, હેતુ, દૃષ્ટાંત વિગેરે ગ્રહણ કરવા. આવા અનુબંધાદિકની સંશુદ્ધિ એટલે સમ્યક્ પ્રકારે શોધન-સકળ ધર્મના વ્યવહારને હિંસારૂપ મળને ત્યાગ કરીને ઉજ્વળ કરે તે પણ વાસ્તવિક રીતે-સત્ય રીતે આ જૈન મતને વિષેજ છે. કેમકે તેમાં જ તેવા પ્રકારની પ્રવૃત્તિ જોવામાં આવે છે. ૪૬.
આ પ્રમાણે અહિંસાનો સંભવ તથા અનુબંધાદિકની શુદ્ધિ જિનાગમને વિષે જ છે, એમ સાંભળીને કઈ શંકા કરે છે કે-જૈન શ્રાવકે ઘર બાંધવાવિગેરે આરંભમાં પ્રવૃત્ત થયેલા પણ હોય છે, માટે તેમને તે અહિંસાદિક કેમ સંભવે? આ શંકાને નિરાસ કરવા કહે છે –
हिंसाया ज्ञानयोगेन सम्यग्दृष्टेमहात्मनः।
तप्तलोहपदन्यासतुल्याया नानुबन्धनम् ॥४७॥
મૂલાઈ સમ્યગ્દષ્ટિવાળા મહાત્માને જ્ઞાનને વેગ હેવાથી તપાવેલા લેઢાપર પગ મૂકવા જેવી હિંસાને અનુબંધ (સંબંધ) લાગતું નથી. ૪૭.
ટકાથે હે વિદ્વાન ! શ્રાવકને ગૃહાદિકના આરંભમાં તથા વિહારમાં એટલે નદી વિગેરે ઉતરતા મુનિને પણ એટલે તેવા સમ્યગ્દષ્ટિ મહાત્માને-શુદ્ધ સ્વભાવવાળા ઉત્તમ પુરૂષને જ્ઞાનને ગ હેવાથી
Aho ! Shrutgyanam