________________
પ્રબંધ..] સમકિત અધિકાર
૧૯૩ આ પ્રમાણે વાસ્તવિક હિંસાને સંભવ સાંભળીને કેઈક શંકા કરે છે–
हन्तुर्जाग्रति को दोषो हिंसनीयस्य कर्मणि । प्रसक्तिस्तदभावे चान्यत्रापीति मुधा वचः॥ ४२ ॥
ભલાર્થ–હિંસ્યનું કર્મ ઉદયમાં આવવાથી તે હણાય છે, તેમાં હિંસકને શો દોષ છે? વળી તે હિંસકના અભાવે બીજા હિંસકને વિષે પણ તે હિંસા કરવાની પ્રાપ્તિ થશે. આ પ્રમાણે કઈ કહે છે તે વચન મિથ્યા છે. ૪૨.
ટીકાઈ–હિંસ્યનું–વધ કરવા લાયક મૃગાદિક પ્રાણનું પૂર્વ જન્મ અન્યને પ્રહારાદિ કરવાથી બાંધેલું મૃત્યુરૂપી ફળ આપનારું કર્મ જાગૃત થવાથી–તે કર્મ તેને ઉદયમાં આવવાથી–પ્રકટ થયેલું હોવાથી હિંસકને હિંસા કરનારનો શો દોષ? કાંઈપણું નથી. કારણ કે મરનાર જીવ પિતાના કર્મના ઉદયથી જ મરણ પામ્યો છે. વળી તે દેવદત્તાદિક હણનારને અભાવે અથવા તેણે હિંસા ન કરી હોત તો પણ તેને ઠેકાણે બીજા યજ્ઞદત્તાદિકનેવિષે તે હિંસા કરવાની પ્રાપ્તિ થશે; અર્થાત્ તેનાથી હણશે, તેથી મરણ તે અવશ્ય થવાનું જ છે. આ પ્રમાણે રસલેપટનું વચન વ્યર્થ જાણવું. કારણકે હિંસકને જે હિંસા લાગે છે તે પૂર્વે કહેલી ત્રણ પ્રકારે થતી હિંસાપૈકી અધ્યવસાય દુષ્ટ થવા વિગેરેથી લાગે છે. હિંસા કેને ન લાગે, તે કહે છે – हिंस्यकर्मविपाकेयं दुष्टाशयनिमित्तता। हिंसकत्वं न तेनेदं वैद्यस्य स्याद्रिपोरिव ॥ ४३ ॥
મલાઈ–દષ્ટ અધ્યવસાયના નિમિત્તવાળી આ હિંસા હિંસ્ય પ્રા[ના કર્મના વિપાકરૂપ છે, તેથી શત્રુની જેમ વૈદ્યને આ હિંસકપણું પ્રાપ્ત થતું નથી. ૪૩. .
ટીકાર્યું–આ દુછાશયના નિમિત્તવાળ-દુષ્ટ એટલે નિર્દયતાને લીધે થયેલ ક્રૂર આશય એટલે અશુભ પરિણામ, તે રૂપ નિમિત્ત એટલે નિષ્પત્તિના કારણરૂપ હિંસા હિંસ્યના કર્મના વિપાકવાળી છે-હિંસ્ય
એટલે અન્ય કરેલા શસ્ત્રપ્રહારથી વધ કરવા લાયક દરેક ભવમાં થાય તેવા પ્રકારના કર્મરૂપી–પાપ કર્મના બંધરૂપી વિપાકવાળી-ફળના ઉદયવાળી છે. તેથી એટલે ક્રૂર અધ્યવસાયના કારણવાળી હિંસા પણ દુષ્ટાશયવાળી નહીં હોવાથી દૂષિત અવયવોને કાપનાર અથવા કોઈ
Aho ! Shrutgyanam,
૨૫