________________
પ્રબંધ.]
સમકિત અધિકાર રૂપ ભિન્ન સત્તાની અપેક્ષાએ ભિન્ન હોવાથી કથંચિત દેહથી ભિન્ન છે, કારણ કે મૃતકના શરીરમાં તે દેખાતું નથી. તથા કથંચિત અભિન્ન પણ છે, કારણ કે દૂધ અને પાણીની જેમ તથા અગ્નિ અને લેહના ગેળાની જેમ સર્વ શરીરમાં તે વ્યાપીને રહ્યો છે, તથા પુષ્પમાળા ચંદન, સ્ત્રી વિગેરે અને કાંટા, ખસ, વાર વિગેરે ઈષ્ટ અને અનિષ્ટ પદાર્થોના સ્પર્શને લીધે સાત અને અસાત (સુખ દુખ)ને શરીરને વિષે અનુભવે છે. માટે આવા પ્રકારના આત્માને વિષે પૂર્વે કહેલું સર્વ ઘટે છે. ૩૮. તે જ અર્થની ભાવના કરે છે–
आत्मा द्रव्यार्थतो नित्यः पर्यायार्थाद्विनश्वरः। हिनस्ति हिंस्यते तत्तत्फलान्यायधिगच्छति ॥ ३९ ॥
મૂલાઈ–આત્મા કવ્યાથી નિત્ય છે, અને પર્યાયાર્થથી વિનશ્વર, (અનિત્ય) છે, તેથી તે બીજાને હણે છે, તથા પિતે બીજાથી હણાય છે. વળી તે તે ફળને પણ પામે છે–ભેગવે છે. ૩૯.
ટીકાથે–આત્મા-જીવ દ્રવ્યાર્થથી–તે તે પર્યાય પ્રત્યે ગમન કરનાર દ્રવ્યના અર્થથી-ચેતન્યપણું, સતપણું (છતાપણું), અસંખ્યાત પ્રદેશીપણું ઈત્યાદિવડે શાશ્વતપણુથી નિત્ય છે, એટલે અવિનશ્વર અને અનુત્પન્નરૂપે રહેલ છે. તથા પર્યાયાર્થથી-નર નારકાદિક, બુદ્ધિવાળાપણું, મૂર્ણપણું વિગેરે ઉત્પાદ અને વ્યયના સ્વભાવરૂપ પર્યાયના અર્થથી વિનશ્વર-અનિત્ય છે. એ પ્રમાણે નિત્ય અને અનિત્ય તથા દેહથી ભિન્ન અને અભિન્ન વિવિધ પરિણુમવાળે હેવાથી તે અંત્મા પાતાના સિવાય બીજા વનસ્પતિ વિગેરે જીને વિનાશ કરે છે. તથા કેઈ દેવદત્તાદિકવડે નાશ પામે છે. તથા તે હિંસા અહિંસાદિકના ફળને પણ-અનુક્રમે પરના વિનાશ અને પિતાના વિનાશથી નરક સ્વર્ગાદિકની પ્રાપ્તિને પણ આ ભવ તથા પરભવમાં પામે છે. ૩૯.
એ જ વાતને મજબૂત કરે છે– इह चानुभवः साक्षी व्यावृत्त्यन्वयगोचरः। एकान्तपक्षपातिन्यो युक्तयस्तु मिथो हताः ॥४०॥ મૂલાઈ–અહીં અન્વય અને વ્યતિરેકના વિષયવાળે અનુભવ જ સાક્ષી છે, અને એકાંતવાદને પક્ષપાત કરનારી યુક્તિઓ તે પરસ્પર હણાયેલી છે. ૪૦.
Aho! Shrútgyanam