________________
-
અધ્યાત્મસારે ભાષાંતર. [ચતુર્થघटन्ते न विनाऽहिंसां सत्यादीन्यपि तत्वतः। एतस्या वृतिभूतानि तानि यद्भगवान् जगौ ॥ ३७॥
મૂલાઈ–અહિંસા વિના સત્યાદિક પણ તત્ત્વથી ઘટતાં નથી. કા. રણ કે તે સત્યાદિક એ અહિંસાની વાડરૂ૫ છે, એમ ભગવાન જિનેશ્વરે કહ્યું છે. ૩૭.
ટીકાઈ આહંસાની ઉત્પત્તિ વિના સત્યાદિક-સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, વિગેરે વાસ્તવિક રીતે ઘટતા નથી-યુક્તિ યુક્ત જતા નથી. કારણ કે તે સત્યાદિક આ અહિંસાની વાડરૂપ છે, એટલે કે અહિંસા રૂપી ઉદ્યાનનું રક્ષણ કરનાર વાડ છે; એમ ભગવાન જિનેશ્વરે કહ્યું છે. ક્ષેત્ર વિના વાડ કેને કરવી, તેજ પ્રમાણે અહિંસા વિના સત્યાદિક કેના રક્ષણ માટે થાય? વ્યર્થ હોવાથી કેળનું રક્ષણ કરે નહીં. માટે સત્યાદિક પણ ઘટતાં નથી. ૩૭. .
હવે સ્યાદ્વાદપક્ષમાં હિંસાદિક સંભવે છે, તે કહે છે– मौनीन्द्रे च प्रवचने युज्यते सर्वमेव हि ।
नित्यानित्ये स्फुटं देहाद्भिन्नाभिन्ने तथात्मनि ॥ ३८॥ - મૂલાર્થ–જિદ્રના પ્રવચનને વિષે આત્મા નિત્ય તથા અનિત્ય છે, અને દેહથી ભિન્ન તથા અભિન્ન છે, માટે અહિંસાદિક સર્વ સ્પષ્ટરીતે ઘટે છે. ૩૮.
ટીકાર્ય–આ જગતને જેઓ ત્રણે કાળની અવસ્થામાં યથાર્થ પણે માને છે–જાણે છે, તે મુનિઓ કહેવાય છે તે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનવાળા હોય છે. તેવા મુનિઓના ઈન્દ્ર એટલે સમગ્ર અતિશય વડે ચુત કેવળજ્ઞાનરૂપી સૂર્ય સમાન ક્લેિશ્વર છે. તેણે રચેલા પ્રવચનને વિષે સમગ્ર દેષ રહિત યથાર્થ વસ્તુના સ્વરૂપને કહેનાર આગમને વિષે જ સર્વ હિંસા અહિંસાદિક અને સત્ય અસત્યાદિક ઘટે છે. કારણ કે આત્માને નિત્ય તથા અનિત્ય અને દેહથી ભિન્ન તથા અભિન્ન પ્રતિપાદન કર્યો છે, તેથી સ્પષ્ટ રીતે હિંસાદિક સર્વ ઘટે છે. અહીં આ પ્રમાણે ભાવાર્થ છે-જિનાગમને વિષે આત્મા પરિણામીપણાએ કરીને કથંચિત્ (કેઈક પ્રકારે) નિત્ય છે, અર્થાત અસંખ્યાતા પ્રદેશોએ કરીને અને ચૈતન્યપણુએ કરીને સ્થિર સ્વરૂપવાળે હેવાથી-અનુત્પન્ન અવિનર હેવાથી દ્રવ્યપણે નિત્ય છે. તથા પર્યાયના ઉત્પાદ (ઉત્પત્તિ) અને વિનાશની અપેક્ષાએ વિનાશના સ્વભાવવાળા હેવાથી કથંચિત અનિત્ય છે. તથા ચૈતન્ય
Aho ! Shrutgyanam