________________
પ્રબંધ ]
સમકિત અધિકાર.
૧૮૯
ભૂલાઈ—ક્ષણના હેતુરૂપ મનુષ્યાદિક શ્રાદિકનાં હિંસક થશે નહીં. કારણકે શુક્રના અંત્ય ક્ષણની સાથે મનુષ્યના ક્ષણને વ્યભિચારના પ્રસંગ આવશે. ૩૫.
ટીકાથે—નરાદિક-મનુષ્ય, સિંહ વિગેરે ક્ષણના હેતુ અેક્ષણમાત્ર સ્થિતિના કારણરૂપ છે, માટે તે કરાદિકના–વરાહ, મૃગાદિક પશુ સમૂહના હિંસક નહીં થાય. કારણ કે મનુષ્યાદિક ક્ષસ્થાયી છે માટે તેને કરના અંત્યક્ષણની સાથે શૂકરના જે અંતમાં વર્તતા ક્ષણ એટલે સમીપ કાળ, તેની સાથે વ્યભિચારના પ્રસંગ આવશેવિરોધ આવશે. કેમકે પ્રહાર કરવાના કામમાં ઘણા ક્ષણેા હેાય છે, અને કરાદિક પદાર્થની સ્થિતિ ક્ષણિક છે, તેથી પ્રહારને સમયે કદાચિત્ ખન્ને જણ હશે નહીં, અને કદાચિત્ એમાંથી એક હશે નહીં, તે રૂપ અનિષ્ટની પ્રાપ્તિ થશે. માટે હિંસ્ય અને હિંસકના અભાવને લીધે કોની હિંસા થશે? અને તે હિંસાના પ્રતિપક્ષરૂપ અહિંસા પણુ કાની થશે ? ૩૫.
ફરીથી બીજું દૂષણ આપે છે.—
अनन्तरक्षणोत्पादे बुद्धलुब्धकयोस्तुला ।
.
नैवं तद्विरतिः क्वापि ततः शास्त्राद्यसंगतिः ॥ ३६ ॥ મૂલાથેઅનંતર ક્ષણમાં ઉત્પત્તિ માનવાથી યુદ્ધ અને લુબ્ધક ( શિકારી )ની સમાનતા થશે, અને એમ થવાથી કોઈપણ સ્થાને વિરતિ થશે નહીં, અને તેથી કરીને શાસ્ત્રાદિક અસંગત થશે. ૩૬. ટીકાથે—જેની વચ્ચે બીજે ક્ષણુ નથી તે અનંતર ક્ષણને વિષે ઉત્પત્તિ, એટલે મરણુ તથા ઉત્પત્તિરૂપ ક્ષણને છેડે અર્થાત્ ઉત્પત્તિ ક્ષણુની પછી તરત જ મરણની સિદ્ધિ થવાથી સુગત અને ધીવર અથવા બ્યાની સમાનતા થશે. એટલે મારવામાં દયા ન હેાવાથી અન્ને સરખા કહેવાશે, કારણ કે ક્ષણે ક્ષણે મરણ થવાથી યુદ્ધ અને કે લુબ્ધક એ કાઈને વિષે વિરતિ-ક્ષણ વિનાશના વિરામ નહીં થાય, અને તેથી એટલે પ્રતિક્ષણે મરણ અને ઉત્પત્તિ થવાથી શાસ્ત્રાદિક પણ અસંગત થશે. એટલે શાસ્ત્રની ઉત્પત્તિ, તેનું અધ્યયન, શ્રવણુ, ધર્મકૃત્ય, અંધ, મેાક્ષ વિગેરે સર્વની અાગ્યતા થશે, માટે એકાંત અનિત્ય પક્ષમાં પણ હિંસાની ઉત્પત્તિ ન હેાવાથી અહિંસાદિક ધર્મ ઘટશે નહીં. ૩૬. એકાંત નિત્ય અને એકાંત અનિત્ય પક્ષને આશ્રીને હિંસાદિકના અસંભવ કહ્યો. હવે તે અન્ને પક્ષમાં સત્યાદિક પણ ઘટતા નથી, તે કહે છે.
Aho! Shrutgyanam