________________
૧૭૦
અધ્યાત્મસાર ભાષાંતર. [ચતુર્થઆ સમકિતનું. સહકારીપણું છે-સાથે રહીને ક્રિયાનું સફળપણું કરે તે સહકારી કહેવાય, એટલે તે સમકિતનું જ મોક્ષરૂપી ફળને આપવામાં સામર્થ્ય કહેલું છે. ૨.
કહેલા અર્થને જ સ્પષ્ટતાથી કહે છે – कुर्वाणोऽपि क्रियां ज्ञातिधनभोगांस्त्यजन्नपि । दुःखस्योरो ददानोपि नान्धो जयति वैरिणः ॥३॥
મૂલાર્થ—અંધ માણસ ગમે તેવી ક્રિયા (કાયષ્ટિા) કરે, જ્ઞાતિ ધન અને ભોગને ત્યાગ કરે, તથા દુખને પિતાનું હૃદય આપે, તે પણ તે વૈરિ (શત્રુ)ને જીતી શકતા નથી. ૩.
ટીકાર્થ-અંધ-નેત્રહીન માણસ શબ્દ વેધી બાણ પ્રહારદિક કાયચેષ્ટારૂપ ક્રિયા કરે તથા જ્ઞાતિ-સમાન વંશવાળા જ, સુવર્ણાદિક ધન અને ઇષ્ટ સ્ત્રી, ભેજનાદિક ભેગેનો ત્યાગ કરે એટલે મોટા સંગ્રામમાં પ્રવર્તવાથી જ્ઞાતિ વિગેરે સર્વને ત્યાગ કરે, તથા દુઃખને એટલે કષ્ટના સમૂહને હૃદયમાં સ્થાન આપે, તે પણું તે શત્રુઓને ન જ જીતી શકે-વશ કરી શકે નહીં. આ ઉપર જન્માધ રાજપુત્રનું દૃષ્ટાંત આ પ્રમાણે છે. *
જન્માંધ રાજપુત્રનું દૃષ્ટાંત, ઉદયસેન નામને રાજાને વીરસેન અને સૂરસેન નામના બે કુ મારે હતા. તેમાં વીરસેન જન્માંધ (જન્મથી જ આંધળો) હતા. તેથી રાજાએ તેને યોગ્ય સંગીતાદિક કળાઓ શીખવી. અને બીજાને ધનુર્વેદ વિદ્યા શીખવી તેથી તે બેંકમાં પ્રશંસાપાત્ર છે. તે જાણીને વીરસેને રાજાને વિજ્ઞપ્તિ કરી કે –“હું પણ ધનુર્વેદને અભ્યાસ કરું.” રાજાએ તેને આગ્રહ જાણીને તેને અનુમતિ આપી. તેથી તે સારી રીતે ઉપાધ્યાયને શીખવવાથી, બુદ્ધિના અતિશયપણાથી તેમજ વિશેષ પ્રકારના અભ્યાસથી શબ્દવેધી થયો. યુવાવસ્થાને પ્રાપ્ત થયેલા, સારી રીતે અભ્યાસ કરેલા ધનુર્વેદના વિજ્ઞાનવાળા અને શબ્દવેધીપણાના ગર્વથી નેત્રના દર્શનવાળા (દેખતા) મનુષ્યના સત્ અને અસતપણુને નહીં ગણકારતા એવા તેણે એકદા શત્રુના સૈન્યને ચડી આવેલું જ ણીને યુદ્ધ કરવા માટે રાજા પાસે યાચના કરી. બહુ આગ્રહ કરવાથી રાજાએ તેને આજ્ઞા આપી. એટલે તે વીરસેન શબ્દવેધીપણુથી શત્રુના સૈન્ય સાથે યુદ્ધ કરવા લાગ્યું. શત્રુઓએ કુમારની અંધતા જાણી, તેથી તેઓએ મૌન ધારણ કરીને તેને પકડી લીધે. પછી તે
Aho! Shrutgyanam