________________
પ્રબંધ ] સમક્તિ અધિકાર.
૧૭૩ છે તે તજવા લાયક છે,” એ ઉપનય છે, “તે જ પ્રમાણે હિંસા પણ છે.” એ નિગમન છે. આ પ્રમાણે પાંચ વાયવાળું અનુમાન જાણવું. ૬.
કહેલા અર્થને જ સ્પષ્ટ કરતા કહે છે – - शुद्धो धर्मोऽयमित्येतद्धर्मरुच्यात्मकं स्थितम् ।
शुद्धानामिदमन्यासां रुचीनामुपलक्षणम् ॥७॥
મૂલાઈ–આ (અહિંસારૂ૫) ધર્મ શુદ્ધ (નિર્દોષ) છે. અને એજ (શ્રદ્ધાન) ધર્મચિરૂપ છે. આ જ ધર્મરૂચિરૂપ શ્રદ્ધાની બીજી શુદ્ધ રૂચિઓનું ઉપલક્ષણ છે. ૭. * ટીકાઈ–આ ધર્મ-સર્વ જીની અહિંસારૂપ આત્મપરિણતિ શુદ્ધ છે, એટલે સર્વ નિવૃત્તિના મૂળપણુવડે આત્મરૂપ હેવાથી નિર્દોષ છે. એપ્રમાણે આ પૂર્વે કહેલું જીવનું શ્રદ્ધાન ધર્મરચિરૂપ છે. ધર્મ એટલે નિવૃત્તિરૂપ આત્મસ્વભાવ, અથવા છ જવનિકાયના વધન નિષેધ થવાથી ચારિત્ર ધર્મ અથવા પિતાના ઘાતના દુખની જેમ પરના ઘાતના દુઃખને બંધ થવાથી સામાયિક ધર્મ. આ પ્રકારના ધર્મને વિષે જે રૂચિ-અભિલાષ, તેજ જેનું સ્વરૂપ છે એવું જે સમકિત તે ધર્મરૂચિ સમકિત કહેવાય છે. આ ધર્મરૂચિરૂપ સમકિત બીજી નિર્દોષ રૂચિઓનું એટલે નિસર્ગ, ઉપદેશ, આશા, સૂત્ર, બીજ, અભિગમ, વિસ્તાર અને સંક્ષેપક્રિયારૂ૫ રૂચિઓનું ઉપલક્ષણ એટલે જણાવનારું થાય છે. તે આ પ્રમાણે-કેઈક લઘુકામી જીવ ઉપશમની પટુતાથી પોતાની જાતે જ કહેલા તત્વને અભિલાષી થાય છે તેને નિસગરૂચિ જાણ, જે જીવ ગુરૂને ઉપદેશ સાંભળીને તત્ત્વાભિલાષી થાય, તેને ઉપદેશરુચિ જાણ. જે પ્રાણી રાગ, દ્વેષ અને મેહ રહિત એવા જિનેશ્વરને વિષે પ્રતીતિના વાશથી તત્વની રૂચિવાળો થાય, તેને આજ્ઞા રૂચિ જાણુ. જે અંગ તથા ઉપાંગાદિક સૂત્ર ગણવામાં અનુરક્ત હોય, તેને સૂત્ર રૂચિ જાણુ. જે અંગ અને ઉપાંગાદિક સૂત્રને ભણવામાં લીન થાય, તેને અભિગમ રૂચિ જાણ. જે પ્રાણીને એક દેશ (અમુક ભાગ) પ્રાપ્ત થવાથી વટવૃક્ષના બીજની જેમ અનેક પ્રકારે તત્ત્વને અવગાહન કરનારી મતિ થાય, તેને બીજરૂચિ જાણુ અને નય નિક્ષેપ વિગેરેના વિસ્તારથી છની અહિંસા જાણુને જેની તેવી મતિ થાય, તેને વિસ્તાર રૂચિ જાણુ. આ રીતે બીજી રૂચિઓ પણ જાણું લેવી. ૭.
Aho ! Shrutgyanam