________________
પ્રબંધ ]
સમકિત અધિકાર..
૧૭૫
...
માણતા સિદ્ધ થાય છે, અને તેથી કરીને જ પ્રાણી અહિંસાને વિષે શુદ્ધ બુદ્ધિવાળા થાય છે. એ પ્રમાણે અન્યોન્યાશ્રય દોષના ભય રહેતા નથી. ૧૦,
ટીકાથે—શુદ્ધ-સારી યુક્તિૐ નિર્મળ અહિંસાની ઉક્તિ હોવાથીપ્રાણીવધના નિષેધરૂપ દેશના હોવાથી સૂત્રનું પ્રમાણપણું-શુદ્ધ (નિદર્દોષ) સિદ્ધાંતપણું થાય છે અને તેનાથી જ—પ્રમાણભૂત સૂત્રના પઠન શ્રવણથીજ અહિંસારૂપ ધર્મને વિષે શુદ્ધ બુદ્ધિવાળા જીવ થાય છે. એ પ્રમાણે અન્યોન્યાશ્રય નામના દોષના ભય રહેતા નથી. કેમકે તેમાં અન્યોન્યાશ્રય દોષનું લક્ષણ લાગુ પડતું નથી-ઘટતું નથી. વળી શુદ્ધ અહિંસાની ઉક્તિને લીધે શાસ્ત્રની પ્રમાણતા સ્વતઃ સિદ્ધ થાય છે, અને તેના શ્રવણાદિકથી અહિંસાત્મક ધર્મને વિષે શુદ્ધ બુદ્ધિ સ્વતઃ-સ્વતંત્ર રીતે જ ઉત્પન્ન થાય છે. પરંતુ સૂત્રની પ્રમાણુતા સિદ્ધ થવાથી અ હિંસાને વિષે શુદ્ધ બુદ્ધિની સિદ્ધિ થાય, અને તે શુદ્ધ બુદ્ધિ સિદ્ધ થવાથી સૂત્રની પ્રમાણતા સિદ્ધ થાય એમ અમે માનતા નથી. માટે અન્યોન્યાશ્રય દેષના અવકાશ જ કયાં છે? નથી જ... તાત્પર્ય એ છે કે-આ શાસ્રને વિષે શુદ્ધ અહિંસાના ઉપદેશ છે, માટે તે શાસ્ત્રનું પ્ર• માપણું તેનાથી જ સિદ્ધ થાય છે. અને અહિંસાના ઉપદેશવાળા શાસ્ત્રનું શ્રવણ કરવાથી જ દયામય યુદ્ધિ ઉત્પન્ન થાય છે તેથી અન્યાન્યાશ્રય દોષ કયાં છે? નથી જ. ૧૦.
એમ
અહીં કોઈ શંકા કરે કે આ શાસ્રનેવિષે જ અહિંસા છે, ક્રમ કહે છે? બીજાં કપિલાદિકનાં શાસ્ત્રોમાં પણ આહંસાની ઉક્તિ છે, એ શંકાનું નિરાકરણ કરતા કહે છે.—
नैव यस्मादहिंसायां सर्वेषामेकवाक्यता । તદ્ધતાવવષથ સંમાવિવિષરાત્ ॥ ॥
મૂલાથે—જે કારણમાટે સંભવ વિગેરેના વિચાર કરતાં અહિં સાનેવિષે સર્વે મતાની એક વાકયતા થતી નથી. તેમજ તે અહિંસાની શુદ્ધતા અને જ્ઞાન પણ તે તે શાસ્ત્રોથી થતું નથી. (માટે બીજાં દર્શનામાં જે અહિંસાનાં વચના છે તે અસંગત છે.) ૧૧.
ટીકાથે—તે ભદ્ર! તારૂં કહેવું યથાર્થ નથી. કારણકે અહિંસાને વિષે એટલે અહંસાનું સ્વરૂપ વિગેરે પ્રતિપાદન કરવાને વિષે સાંખ્ય મત, ભાગવત મત, પાશુપત અને બૌદ્ધ વિગેરે સર્વે મતેાની એકથાયતા થતી નથી. અર્થાત્ જિનવચનની જેવી એકવાક્યતા થાય છે
Aho! Shrutgyanam