________________
પ્રબંધ ] શુદ્ધ અનુષ્ઠાન અધિકાર.
૧૪ હોય તે મને અમુક દેવ સંબંધી ભેગની પ્રાપ્તિ થજે એ રીતે ફળની પ્રાર્થનાવડે) પોતાના પુણ્યકર્મના ફળરૂપ માગેલા રાજ્ય અને સ્વર્ગદિકની પ્રાપ્તિની પૂર્ણતાને દિવ્યાદિ ભેગોની પ્રાપ્તિ થયા પછી કાળાંતરે– ભવાંતરે ક્ષય થવાથી-કરેલાં પુણ્યકર્મને નાશ થવાથી. એવી ઈચ્છાથી કરેલું અનુષ્ઠાન ગરાનુષ્ઠાન કહેવાય છે. ૬૧.
પૂર્વ કહેલા અર્થની જ સ્પષ્ટતા કરે છે– यथा कुद्रव्यसंयोगजनितं गरसंज्ञितम् । विष कालान्तरे हन्ति तथेदमपि तत्त्वतः ॥ ६२॥
મૂલાઈ–જેમ કદ્રવ્યના વેગથી ઉત્પન્ન કરેલું ગર નામનું વિષ કાળાંતરે હણે છે, તેમ આ ગરાનુષ્ઠાન પણ પરમાર્થપણે કાળાંતરે આત્માને હણે જ છે. ૬૨.
ટીકા–જેમ કાચના કકડા વિગેરે પ્રાણઘાતક પદાર્થનું મિશ્રણ કરીને ઉત્પન્ન કરેલું ગર નામનું વિષ કાળાંતરે એટલે મહિને છ મહિને કે બાર મહિને ક્રમે ક્રમે ભક્ષણ કરનારને નાશ કરે છે, તે જ પ્રમાણે જેમાં નિદાન (નિયાણું) કરવામાં આવે છે તેવું આ ગરાનુષ્ઠાન સદ્ધર્મના ફળનું વિનાશકારક હેવાથી પરમાર્થપણે કાળાંતરે આત્માને જ નાશ કરે છે. ૬૨.
- આ ઉપર કહેલા બન્ને અનુષ્ઠાનનો વિશેષે કરીને ત્યાગ કરવાનું કહે છે –
નિધાયાનો વિચિત્રાનાર્થરાશિનો
સર્વવાનિવનિર્વ નિજ પ્રતિપાદિત શરૂ
ભલાર્ધ–વિચિત્ર પ્રકારના અનર્થને આપનારા આ બે અનુષ્ઠાનના જ નિષેધને માટે જિનેશ્વરેએ સર્વત્ર નિદાનને નિષેધ કર્યો છે. ૬૩
ટીકાર્થ-નરક અને તિર્યંચની ગતિમાં જવારૂપ વિવિધ પ્રકારના અનર્થોને-કલેશાદિક ઉપદ્રને કરનારા આ બે ઉપર રહેલા વિષાનુષ્ઠાન અને ગરાનુષ્ઠાનને નિષેધ કરવામાટેજ જિનેશ્વરેએ સર્વ ધર્મના વ્યાપાર નિદાન એટલે આશંસાવિના કરવાનું પોતાના આગમમાં કહ્યું છે. ૬૩.
હવે ત્રીજું અનુષ્ઠાન કહે છે– प्रणिधानाद्यभावेन कर्मानध्यवसायिनः। संमूर्छिमप्रवृत्ताभमननुष्ठानमुच्यते ॥ ६४ ॥ મૂલાર્થ–પ્રણિધાન (મનની એકાગ્રતા) વિગેરેના અભાવે કરીને
Aho ! Shrutgyanam