________________
પ્રબંધ ] મનશુદ્ધિ અધિકાર
૧૬૧ વિશેષવાળે થશે એટલે તારે પરિશ્રમ પિતાના ફળસમૂહના ભારવડે સુશોભિત રચનાવાળો બગીચો કયારે કરી શકશે? ૧૦૩.
મનને નિગ્રહ નહીં કરનારે માણસ અનર્થને પામે છે, તે કહે છેअनिगृहीतमना विदधत्परां न वपुषा वचसा च शुभक्रियाम्। गुणमुपैति विराधनयानया बत दुरन्तभवभ्रममञ्चति ॥१०४॥
મૂલાર્થ–જેણે મનને નિગ્રહ કર્યો નથી એવો પુરૂષ શરીર અને વચનવડે અત્યંત શુભ ક્રિયા કરે, તે પણ તે આ મનની વિરાધનાને લીધે કાંઈપણ ગુણને પામતો નથી. પરંતુ દુરંત એવા ભવના ભ્રમમુને પામે છે. ૧૦૪.
ટીકર્થ–જેણે મનને નિગ્રહ કર્યો નથી એટલે સ્વેચ્છાએ વિષયાદિકમાં પ્રવર્તતા મનને જેણે નિષેધ કર્યો નથી એ પુરૂષ શરીરના વ્યાપારવડે તથા અધ્યયનાદિક (સ્વાધ્યાયાદિક) વચનના વ્યાપારવડે જે ઉત્કૃષ્ટ શુભક્યિાને-સગતિને આપનારી જિનેશ્વરે કહેલી સંયમ અને પરૂપ કિયાને કરે, તે પણ આ મન સંબંધી વિરાધનાવડે કિયાના ફળરૂપ ગુણને પામતું નથીપરંતુ ઉલટા દુઃખે કરીને–મહા કષ્ટ કરીને જેનો પાર આવે એવા અથવા દુષ્ટ છે - પાર જેને એવા રસંસારના ભ્રમણને-અટનને પામે છે. તેથી કરીને હે આત્મા! તારે મનને વશ રાખવું, નહીં તે અનર્થની પરંપરા પ્રાપ્ત થશે. ૧૦૪.
શ્રી તથા ભેગાદિકને નહીં ભગવતાં છતાં પણ મનના દોષથી વિડંબના પામે છે, તે કહે છે –
अनिगृहीतमनाः कुविकल्पतो नरकमृच्छति तंदुलमत्स्यवत् । इयमभक्षणजा तदजीर्णतानुपनतार्थविकल्पकदर्थना ॥१०५॥ - મલાર્થ–મનનો નિગ્રહ નહીં કરનારે માણસ ખરાબ વિકલ્પને લીધે તંદુલીયા મત્સ્યની જેમ નરકે જાય છે, તે નરક ગમનરૂપ પ્રાપ્ત નહીં થયેલા પદાર્થના વિકલ્પોએ આપેલી કદર્થના ભજન કર્યા વિના ઉત્પન્ન થયેલું અજીર્ણપણે છે, એમ જાણવું. ૧૦૫,
ટીકાળું–જેણે આશ્રવ થકી મનને રહ્યું નથી એવો જીવ હિંસાદિક દુષ્ટ વિકલ્પ-અધ્યવસાયને લીધે તંદુલ (ચોખા)ના જેવું શરીર
અતિ સૂક્ષ્મ છે તથા જે દુર્થોનમાં તત્પર છે એવા નાના માસ્યની જેમ (સાતમી) નરકને-દુર્ગતિને પામે છે. એ નરકગમનરૂપ પ્રાપ્ત નહીં થયેલા પદાર્થોના-ધન સ્ત્રી ભેગાદિકના સંકલ્પાએ આપેલી છે
Aho ! Shrutgyanam