________________
'૧૬૦
અધ્યાત્મસાર ભાષાંતર. [તૃતીયમન મદાંધ હસ્તીરૂપ છે, તે કહે છે – चरणगोपुरभंगपरः स्फुरत्समयबोधतरूनपि पातयन् । भ्रमति यद्यतिमत्तमनोगजः क्व कुशलं शिवराजपथेतदा ॥१०२॥
મૂલા–ચારિત્રરૂપી ગેપુર (દરવાજા)ને ભંગ કરવામાં તત્પર અને કુરણયમાન સિદ્ધાન્તના બોધરૂપી વૃક્ષને પણ પાડી નાખનાર એ અતિ મદોન્મત્ત મનરૂપી હસ્તી જે ભ્રમણ કરતું હોય, તે પછી મેક્ષરૂપી રાજમાર્ગમાં કુશળતા ક્યાંથી હોય? ન જ હેય. ૧૦૨.
ટીકાર્ય—હે આત્મા! જે ચારિત્ર એટલે સર્વવિરતિરૂપી મોક્ષ પુરીમાં પ્રવેશ કરવાના હેતુરૂપ હોવાથી ગેપુર જે દરવાજે તેને ભંગ કરવામાં તત્પર-ઉદ્યમવંત અને ફુરણયમાન–જાગૃત સ્વભાવવાળા જિનાગમને બધ-વિચિત્ર પ્રકારના વસ્તુસ્વરૂપને ગ્રહણ કરવામાં સમર્થ એવા જ્ઞાનના પ્રકારે રૂપી તરૂ એટલે સલ્ફળને આપનારા વૃક્ષે તેને ઉખેડી નાંખતે અત્યંત ઉન્મત્તપણને પામેલે મનરૂપી હસ્તી સ્વેચ્છાથી ભ્રમણ કરતે હેય, તે મોક્ષનગરના માર્ગમાં કુશળતા-કિયાનું મેક્ષહેતુપણું કયાંથી હોય? કદી ન હોય, ૧૦૨.
ગુણરૂપી વનને વિષે મન અગ્નિસમાન છે. તે કહે છે – व्रततरून् प्रगुणीकुरुते जनो दहति दुष्टमनोदहनः पुनः। ननुपरिश्रम एष विशेषवान् क्व भविता सुगुणोपवनोदये ॥१०३॥
મૂલાઈ–મનુષ્ય તરૂપ વૃક્ષેત્રે પ્રગુણ (તૈયારી કરે છે, અને તે વૃક્ષોને દુષ્ટ મનરૂપી અગ્નિ બાળી નાંખે છે, ત્યારે સગુણરૂપી ઉદ્યાનના ઉદયને માટે આ પરિશ્રમ ક્યારે વિશેષવાળો (સફળ) થશે? ૧૦૩.
ટાર્થ—યોગીજન પ્રાણાતિપાત વિરમણાદિક વ્રતરૂપી તરૂએ ટલે સગતિરૂપી ફળને આપનારા વૃક્ષોને પ્રગુણુ કરે છે એટલે અત્યંત ઉદ્યમ, પરિષહની સહનતા અને સદ્ભાવનારૂપ રસ (પાણીએ) કરીને પુષ્પ, પલ્લવાદિક સહિત ફળ આપવામાં સમર્થ (એવા) કરે છે, એટલામાં તે વૃક્ષોને દુષ્ટ એટલે રૌદ્રાદિક દુધ્ધનના પરિણામવાળે મનરૂપી અગ્નિ બાળી નાંખે છે-ભસ્મસાત કરે છે. તે હે આત્મા! તે વિચાર કર, કે આ પ્રમાણે મનરૂપી અગ્નિએ વૃક્ષને દાહને વિષય કરે છતે આ તારાથી સાક્ષાત કરાતે પરિશ્રમ-વતરૂપી તરૂને ઉત્પન્ન કરવાનો પ્રયાસ સારા-નિરતિચારાદિ ગુણરૂપ અથવા ધર્મ અને શુકલ થાનાદિક ગુણરૂપ રમ્ય આરામ-ઉદ્યાનના ઉદય (વૃદ્ધિ)નેવિષે ક્યારે
Aho! Shrutgyanam