________________
૧૬૬
અધ્યાત્મસાર ભાષાંતર વિતીયવાથી પછી મારે વ્યવહારવડે કાંઈ પણ કાર્ય નથી” એ પ્રમાણે વિવેચનમાં સન્મુખ એટલે નિશ્ચય અને વ્યવહાર તથા સ્વ અને પર
સ્વરૂપનું પરસ્પર પૃથક્કરણ કરવાનેવિષે સમૂખ-તેમાં વિપર્ધાસ - હિત નિષ્પન્નપ્રાય સારા લક્ષ્યવાળી અર્થાત્ તેને અનુરૂપ પરિણામ વાળી કઈ-અપૂર્વ એટલે સૂક્ષ્મભાવને ગ્રહણ કરનારી નિશ્ચયની-પારિણામિક આત્મસ્વભાવની કલ્પના-અનુમિતિ (અનુમાન) ની તુલના કરવી. શા માટે તેમ કરવું ? તે કહે છે–તેવી કલ્પના' સર્વ શુભાશુભ સંકલ્પના રાશિની અથવા શુભમાં પ્રવૃત્તિને અશુભથી નિવૃત્તિ રૂ૫ પ્રવૃત્તિની સ્થિતિ જેમાં રહેલી છે એવી સમાધિને માટે-એકાગ્રતાને માટે થાય છે. ૧૧૩.
નિશ્ચય દશાને જ કહે છેइह हि सर्वबहिर्विषयच्युतं हृदयमात्मनि केवलमागतम् । चरणदर्शनबोधपरंपरापरिचितं प्रसरत्यविकल्पकम् ॥ ११४ ॥
મૂલાર્થ–આ નિર્વિકલ્પ દશાને વિષે જ સર્વ બાહ્ય વિષયોથી રહિત, કેવળ આત્માને વિષે જ લય પામેલું, જ્ઞાન દર્શન અને ચારિત્રની પરંપરાથી પરિચિત થયેલું તથા વિકલ્પથી રહિત એવું મન પ્રસરે છે. ૧૧૪.
- ટીકર્થ—અવશ્ય આ નિર્વિકલ્પ દશાને વિષે જ બાહ્ય વિષથીઆત્મા વિના બીજા સર્વે મનમાં ચિંતવવા લાયક બાહ્ય વિષયથી રહિત થયેલું, કેવળ-એકાગ્રપણુએ કરીને આત્માનેવિષે-શુદ્ધ આ ત્મસ્વભાવને વિષે લય પામેલું, ચરણ-સમતાની સ્થિતિરૂ૫ ચારિત્ર, દર્શન-સમકિત અથવા સામાન્ય બેધ તથા બંધ એટલે વિશેષને ગ્રહણ કરનાર સાન, તે ત્રણેની પરંપરા વડે-અવિચ્છિન્ન ધારાવડે ૫રિચિત થયેલું એટલે વારંવાર સંસર્ગ કરેલું તથા વિકલ્પ રહિત એટલે સ્થિર સમુદ્રની જેમ તરંગ રહિત એવું મન આત્માને વિષે જ પ્રસરે છે-વ્યાપ્ત થાય છે. ૧૧૪
એને જ વિશેષ કહે છેतदिदमन्यदुपैत्यधुनापि नो नियतवस्तुविलास्यपि निश्चयात् । क्षणमसंगमुदीतनिसर्गधीहतबहिर्ग्रहमन्तरुदाहृतम् ॥ ११५॥
મૂલાર્થ-તેથી કરીને હમણું પણ આયેગીનું મન નિયત વસ્તુ
૧ પ્રાયે ઉત્પન્ન થયેલી,
Aho ! Shrutgyanam