________________
અધ્યાત્મસાર ભાષાંતર
[ તૃતીય
ટીકાર્જ-હમણાં ઉપર જેમનાં સ્વરૂપ કહ્યાં છે એવા આ ઇચ્છાદિકયોગો-ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિર અને સિદ્ભિયોગના અનુક્રમે અનુકંપાદિક અનુભાવા-તે થકી ઉત્પન્ન થયેલા ફળરૂપ પ્રભાવા હોય છે. તેમાં દ્રવ્યથી અનુકંપા તે દુઃખી જીવના દુઃખના પ્રતીકાર કરવા અને ભાવથી અનુકંપા તે ધર્મરહિતને ધર્મ પમાડવા, તથા નિવૃંદ એટલે સંસારનેવિષે ઉદાસીનતા, તથા સંવેગ એટલે મોક્ષની અભિલાષા અને આસ્તિકતા તે દેવ, ગુરૂ તથા ધર્મનેવિષે આસ્તિકપણું, અને પ્રશમ એટલે સામર્થ્ય છતાં પણ અપરાધી ઉપર ક્ષમા, એ પ્રભાવેા હાય છે-થાય છે. ૯૦,
૧૫૪
હવે તેમનીજ સૂત્રસ્થાનના અવલંબનવડે સફળતા કહે છે.— कायोत्सर्गादिसूत्राणां श्रद्धा मेधादिभावतः । इच्छादियोगे साफल्यं देशसर्वत्रतस्पृशाम् ॥ ९१ ॥ ભૂલાથે—કાયોત્સર્ગાદિક સૂત્રોની શ્રદ્ધા, મેધાદિક ભાવનાથી દેશવિરતિ અને સર્વવિરતીવાળાને ઇચ્છાદિક યોગમાં સફળતા જાણવી. ૯૧. ટીકાથે “કાય એટલે શરીર, તેના જે વ્યાપાર (ક્રિયા) તે પણ શરીરથી અભિન્ન હાવાથી કાય કહેવાય છે, તે કાયને જે ઉત્સર્ગ એટલે ત્યાગ, તથા આદિ શબ્દને લીધે ચતુવશતિ સ્તવ વિગેરેને પ્રતિપાદન કરનારા વંતળવત્તિયાજુ ' ઇત્યાદિક સૂત્રોની શ્રદ્ધા-જિનવચનમાં કહેલી ક્રિયા કરવાની ઇચ્છા તથા આસ્તિકપણું, તે મિથ્યાત્વમેાહનીના ક્ષયેાપશમથી જીવને ધર્મપર રૂચિ થવાના પરિણામવિશેષ છે, તે શ્રાની ઇચ્છાયાગનેવિષે સફળતા જાણવી. તથા મેધા એટલે શાસ્ત્રમાં કહેલા સૂક્ષ્મ અર્થને ગ્રહણ કરનાર ચિત્તનેા ધર્મ, તે મેધાવડે સર્વ તેાની પ્રતિજ્ઞાનું પાલન કરવાપણું હાવાથી તેની પ્રવૃત્તિયોગનેવિષે સફળતા છે. આદિ શબ્દ હેાવાથી ધૃતિ તથા ધારણા જાણવી, તેમાં ધૃતિ એટલે ચિત્તની સ્વસ્થતા, તે ધૃતિવડે કરીને અતિચારાદિકની ઉત્પત્તિ નહીં થવાથી તેની સ્થિરયાગનેવિષે સફળતા જાણવી. અને ધારણા એટલે પૂર્વાપર ગુણાનું નિરંતર સ્મરણુ તથા ઉપયોગ, તે ધારણાવš ઉત્તમ અર્થ (મોક્ષ) સાધવામાં સમર્થ થવાતું હાવાથી સિદ્ધિયોગને વિષે તેની સફળતા જાણવી. તે શ્રદ્ધાદિકના ભાવથી એટલે શ્રદ્ધાદિક પરિણામની પ્રાપ્તિથી દેશવિરતિ અને સર્વવિરતિવાળાને ઇચ્છાદિક ચાગનેવિષે ઉપર કહેલા ક્રમે સફળતા જાણવી. ૯૧તેમના પરિણામનું તરતમપણું છતાં પણ તેમાં દેષના અભાવ દેખાડે છે.
Aho! Shrutgyanam