________________
પ્રબંધ. ]
શુદ્ધ અનુષ્ઠાન અધિકાર.
૧૪૯
મૃલાર્થ—તે શુદ્ધ અનુષ્ઠાન કરવાની ઈચ્છાના જ કલંક રહિત અનુબંધ એને અંકુર કહેછે, અને વિવિધ પ્રકારની તેના હેતુની ગવેષણાને સ્કન્ધરૂપ કહેલી છે. ૭૮.
ટીકાર્જ—તે પૂર્વે કહેલા શુદ્ધ અનુષ્ઠાન કરવાની ઈચ્છાને જ કલંક રહિત-આકાંક્ષાદિક દેષ રહિત અનુબંધ-અભંગ ( સતત) મનેારથની શ્રેણીનું પ્રવર્તન અથવા સહચારીપણું એ ધર્મવૃક્ષના અંકુર કહેવાય છે, તથા નાના પ્રકારની તેના હેતુની ગવેષણા એટલે તે અનુષ્ઠાનની શુદ્ધિની પ્રાપ્તિના હેતુઓ-કાળ, વિનય વિગેરે વિકળતારહિત ઉત્પત્તિનાં સાધનાની ગવેષણા-તેના અન્વયવાળા ધર્મના અનુસંધાનના વિચાર પ્રવર્તે તે ધર્મરૂપી વૃક્ષના સંધરૂપ કહેલ છે. આ શ્લોકમાં અંકુર અને સ્કંધ-કાંડ એ બે કહ્યા. ૭૮. હવે પત્ર અને પુષ્પ બતાવે છે.—
प्रवृत्तिस्तेषु चित्रा च पत्रादिसदृशी मता । पुष्पं च गुरुयोगादिहेतु संपत्तिलक्षणम् ॥ ७९ ॥ મૂલાથે—તેવા અનુષ્ઠાનને વિષે વિચિત્ર પ્રકારની પ્રવૃત્તિને પુત્રાદિક સદેશ માનેલી છે, તથા ગુરૂ સમાગમ વિગેરે કારણેાની સમૃદ્ધિને પુષ્પરૂપ કહેલ છે. ૭૯.
ટીકાર્થ—તેમનેવિષે-પૂર્વોક્ત અનુષ્ઠાનની શુદ્ધિના હેતુરૂપ આઠ આઠ પ્રકારના કાલ, વિનયાદિક જ્ઞાન, દર્શન અને ચારિત્રના આચારને વિષે શ્રદ્ધા, આસેવના આદિ અનેક પ્રકારની જે પ્રવૃત્તિ તે પણું, શાખા અને પ્રતિશાખાદિકની તુલ્ય માનેલી કહેલી છે. તથા ગુરૂના-ગીતાર્થ આચાર્યાદિકના સંયોગ-સમાગમ, શાસ્ત્રનું શ્રવણુ તથા અંભ્યાસ વિગેરે રૂપ શુદ્ધ કારણની સંપત્તિવડે યુક્ત એવા પુરૂષજ કાલ વિનયાદિક અંગેનું સેવન કરવામાં સમર્થ થાય છે. માટે તે રૂપ પુષ્પ ધર્મવૃક્ષનાં પુષ્પોની સમૃદ્ધિ કહેલી છે. ૭૯. પ્રાંતે તેનું ફળ બતાવે છે—
भावधर्मस्य संपत्तिर्या व सदेशनादिना ।
फलं तदत्र विज्ञेयं नियमान्मोक्षसाधकम् ॥ ८० ॥ ભૂલાથે—તથા સત્ દેશનાદિકે કરીને જે ભાવધર્મની પ્રાપ્તિ થાય તેજ અહીં નિશ્ચયથી મેાક્ષને સાધનાર ફળ જાણુવું, ૮૦.
ટીકાર્યં—તથા ગીતાર્થ આચાર્યાદિકના સમાગમથી સત્ નિર્દોષ એટલે યથાસ્થિત વસ્તુસ્વરૂપને કહેનારી દેશના તથા તે સંબંધી પ્રશ્ના
Aho ! Shrutgyanam