________________
૧૫૦
અધ્યાત્મસાર ભાષાંતર. * વિતીયદિકે કરીને ભાવધર્મનીપથમિક, ક્ષાયિક કે શાપથમિક સમિતિની
અથવા આત્માના સહજ ધર્મની જે સમૃદ્ધિ-પ્રાપ્તિ, તે રૂ૫ અવશ્ય“પણાએ કરીને મોક્ષનું સાધક એવું અહીં ફળ જાણવું. ૮૦,
હવે અમૃતાનુષ્ઠાન કહે છેसहजो भावधर्मो हि शुद्धश्चन्दनगन्धवत् । एतद्गर्भमनुष्ठानममृतं संप्रचक्षते ॥ ८१॥.
મૂલાર્થ–ચંદનના ગંધની જેમ સહજ અને શુદ્ધ એ ભાવધર્મ છે, તે ભાવધર્મથી મિશ્રિત એવું જે અનુષ્ઠાન તે અમૃતાનુષ્ઠાન કહેવાય છે. ૮૧.
ટીકાર્થ–સહજ-સ્વાભાવિક એટલે આત્માનું વાસ્તવિક રૂપ તથા શુદ્ધ-સર્વ દેષરહિત એવો ભાવધર્મ-આત્માનો જ્ઞાનાદિકનેવિષે પરિણમવારૂપ ઉપગ તે ચંદનના ગંધની જેમ એટલે જેમ ચંદનનો ગંધ ચંદનથી અભિન્ન છે તેમ, (સહજ અને શુદ્ધ એ ભાવધર્મ) આત્માથી અભિન્ન છે. આ પ્રત્યક્ષ દેખાતા સ્વરૂપવાળે આત્મધર્મ જેની અંદર રહેલું હોય એવું અનુષ્ઠાન એટલે મેક્ષના ઉપાયનું સેવન તે અમૃતાનુષ્ઠાન કહેવાય છે. ૮૧. હવે બે શ્લેકવડે અમૃતાનુષ્ઠાનનું લક્ષણ કહે છે.
जैनीमाज्ञां पुरस्कृत्य प्रवृत्तं चित्तशुद्धितः। संवेगगर्भमत्यन्तममृतं तद्विदो विदुः ॥ ८२ ॥
મૂલાર્થ-જિનેશ્વરની આજ્ઞાને આગળ કરીને ચિત્તની શુદ્ધિથી જે કાર્ય અત્યંત સંવેગ સહિત પ્રવર્લ્ડ હેય, તેને તેના જાણનારા (તીર્થંકરાદિક) અમૃતાનુષ્ઠાન કહે છે. ૮૨.
ટીકાર્થ-જિનેશ્વરે કહેલી આસાને એટલે સિદ્ધાંતમાં કહેલા માર્ગને આગળ કરીને-સર્વ ધર્મ કાર્યોને વિષે તેને મુખ્ય કરીને અર્થાત આગમમાં કહ્યા પ્રમાણે જ કરવા વડે કરીને અત્યંત સંવેગ સહિત– મોક્ષની અભિલાષાપૂર્વક ચિત્તની શુદ્ધિથી-મનના શુદ્ધ ઉપગથી જે અનુષ્ઠાન કરેલું હોય તે અમૃતાનુષ્ઠાન કહેવાય છે, એમ તેના જાણુ નાર-તીર્થંકરાદિક કહે છે. ૮૨.
शास्त्रार्थालोचनं सम्यक् प्रणिधानं च कर्मणि । कालाधंगाविपर्यासोऽमृतानुष्ठानलक्षणम् ॥ ८३ ॥ ભૂલાઈ–સારી રીતે શાસ્ત્રના અર્ચનું ચિંતવન, ક્રિયાવિશે મનની
Aho! Shrutgyanam