________________
૧૪૮ અધ્યાત્મસાર ભાષાંતર.
તુતીયકરીને એટલે ચાર શરણ કરવે કરીને, સુકૃતની અનમેદનાએ કરીને તથા દુષ્કૃતની નિંદા કરવાએ કરીને ઉત્પન્ન ન થયેલા સમકિતની પ્રાપ્તિરૂપ બીજ તથા આદિ પદે કરીને અંકુર, કાંડ, નામ, પુષ્પ તથા ફળના કમવડે-પરિપાટીવડે યુક્ત એવું અનુષ્ઠાન ચરમાવર્તને વિષે થાય છે. તે બીજાદિકને અનુક્રમ આપ્રમાણે બતાવ્યું છે–વિપિનોતાપા વીના राधुदयः क्रमात् । फलसिद्धिं तथा धर्मबीजादपि विदुर्बुधाः ॥ १॥ वपनं धर्मबीजस्य सत्प्रशंसादि तद्गतम् । तश्चिन्तायडरादि स्यात् फलसिद्धिस्तु निर्वृतिः ॥२॥ चिन्ता सच्छुत्यनुष्ठानदेवमानुषसंपदः । क्रमेणाकुरसरकांडनालपुष्पसमा मताः ॥३॥ જેમ વિધિપૂર્વક વાવેલા બીજમાંથી અંકુરાદિકને ઉદય થાય છે તેમ ધર્મરૂપી બીજ થકી પણ ફળની સિદ્ધિ થાય છે, એમ પંડિત પુરૂષ કહે છે. ધર્મને વિષે રહેલા પુરૂષોની પ્રશંસા વિગેરે કરવી, તે ધર્મરૂપી બીજનું વાવવું છે, અને પછી તે ધર્મનું ચિતવન વિગેરે કરવું, તે અંરાદિક છે, અને તેથી થયેલી મુક્તિ, એ ફળની સિદ્ધિ છે. તેમાં ધર્મનું ચિતવન એ અંકર છે, સતશાસ્ત્રનું શ્રવણ એ સતકાંડરૂપ છે, શાસ્ત્રમાં કહેલ વિધિપૂર્વક ક્રિયા કરવી એ નાળ છે અને તેથી દેવ તથા મનુગની સંપદા પ્રાપ્ત થાય એ તેના પુષ્પસમાન માનેલાં છે. ૭૬. . કહેલા જ કમને ચાર કવડે બતાવે છે – बीजं चेह जनान् दृष्ट्वा शुद्धानुष्ठानकारिणः । बहुमानप्रशंसाभ्यां चिकीर्षा शुद्धगोचरा ॥ ७७ ॥
મૂલાઈ–આ જિનશાસનને વિષે શુદ્ધ અનુષ્ઠાન (ક્રિયા)ને કરનારા મનુષ્યને જોઈને તેના બહુમાન અને પ્રશંસા (સ્તુતિ)વડે શુદ્ધ વિષયવાળી ક્રિયા કરવાની જે ઈચ્છા, તેજ બીજ કહેલું છે. ૭૭.
કાશે–આ જિનશાસનનેવિષે તહેત નામના અનુષ્ઠાનના ઉદય કાળે શુદ્ધસર્વ કહેલા વિધિપૂર્વક અનુષ્ઠાન–મોક્ષના ઉપાયનું સેવન તરૂપ ક્રિયા કરનારા ભવ્ય મનુષ્યોને જોઈને શુદ્ધ અનુષ્ઠાનમાં બહુમાનઆત્યંતર પ્રીતિ અને પ્રશંસા-શુદ્ધ ક્રિયાની સ્તુતિ, તેવડે કરીને શુદ્ધ અનુષ્ઠાન કરવાના વિષયવાળી જે ક્ષિા કરવાની ઈચ્છા ઉત્પન્ન થાય છે, તેજ બીજરૂપ છે એટલે ધર્મરૂપી વૃક્ષનું બીજારોપણ કરવામાં કારણભૂત છે. એ સમ્પ્રશંસારૂપ બીજ કર્યું. ૭૭.
હવે અંકુર ને ઉંધ બતાવે છેतस्या एवानुबन्धश्चाकलंकः कीर्यतेऽङ्करः। त त्वन्वेषणा चित्रा स्कन्धकल्पा च वर्णिता ॥ ७८ ॥
Aho ! Shrutgyanam