________________
૧૪૨
અધ્યાત્મસાર ભાષાંતર. ( [ તૃતીયઅધ્યવસાય રહિત પુરૂષનું સંભૂમિની પ્રવૃત્તિને જેવું જે કર્મ, તે અનનુષ્ઠાન કહેવાય છે. ૬૪.
ટીકાર્થ–પ્રણિધાન એટલે કરાતી ક્રિયામાં ચિત્તની એકાગ્રતાએ કરીને ઉપયોગ સહિતપણું, તથા આદિ શબ્દ છે માટે આદર તથા પ્રયત એ વિગેરેના અભાવે કરીને ત્યાગ કરીને અધ્યવસાય રહિત એટલે લક્ષ્યને વિષે લક્ષતારૂપ શુભ પરિણામ રહિત એવા શૂન્ય ચિત્તવાળા પુરૂષનું કર્મ-કિયાનુષ્ઠાન પતંગ, ભ્રમર અને કીડા વિગેરેનું ચિત્તવિનાજ આમ તેમ જે હાલવું, ચાલવું, ભમવું, તેના જેવું હોવાથી તે અનનુષ્ઠાન અથવા અન્યોન્યાનુષ્ઠાન કહેવાય છે. ૬૪. આ અનુષ્ઠાનમાં જ્ઞાન કેવું હોય છે? તે કહે છે –
ओघसंज्ञाऽत्र सामान्यज्ञानरूपा निबन्धनम् । लोकसंज्ञा च निर्दोषसूत्रमार्गानपेक्षिणी॥६५॥
મૂલાર્થ–આ અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ થવાનું કારણ સામાન્ય જ્ઞાનરૂપ ઘસંજ્ઞા તથા નિદોષ સૂત્રમાર્ગની અપેક્ષા વિનાની કસરા એ બે હેય છે. ૬૫.
ટીકાર્થ–આ અનુષ્ઠાનને વિષે સામાન્ય-વિશેષતા રહિત સર્વ સાધારણ બોધના સ્વભાવવાળી ઓળસંજ્ઞા-પ્રવર્તતા પ્રવાહ તરફની દષ્ટિ તથા સૂત્રમાં કહેલા નિર્દોષ માર્ગની અપેક્ષા વિનાની લંકસંજ્ઞા–સામાન્ય જનની દષ્ટિ એ બે કારણભૂત છે. એટલે આ અનનુષ્ઠાનને વિષે
સંજ્ઞા અને લોકસંસાવડે જ પ્રવૃત્તિ થાય છે. પણ શાસ્ત્ર કથનને અનુસારે પ્રવૃત્તિ થતી નથી. ૬૫. તેમાં પ્રથમ ઘસત્તાનું લક્ષણ બતાવે છે – न लोकं नापि सूत्रं नो गुरुवाचमपेक्षते । अनध्यवसितं किश्चित्कुरुते चौघसंज्ञया ॥ ६६ ॥
મલા-ઓઘસંજ્ઞાએ કરીને (ઘસરાએ વર્તનાર મનુષ્ય) લેકની, સૂત્રની કે ગુરૂના વચનની અપેક્ષા રાખતા નથી; આત્માના અધ્યવસાય રહિત કાંઈક કિયાદિક કર્યા કરે છે. ૬૬.
ટીકાર્ય–ઓઘસંજ્ઞાએ કરીને અનુષ્કાની પ્રાણું લેકની એટલે જનપ્રવૃત્તિની અપેક્ષા રાખતો નથી. એટલે અમુક ક્રિયા શા માટે શા હેતુથી પ્રવર્તી છે, તેને નિર્ધાર કરતે નથી; તથા સૂત્રની અપેક્ષા રાખતું નથી, એટલે કે આ ક્ષિાના સંબંધમાં શાસ્ત્ર શું કહે છે?
Aho ! Shrutgyanam