________________
૧૧૪
તૃતીય
અધ્યાત્મસાર ભાષાંતર. A અથ તૃતીય પ્રવઃ
મમતા નિરાકરણ બીજો પ્રબંધ કહ્યો. હવે ત્રીજે કહે છે. તેને સંબંધ આ પ્રમાણે છે. બીજા પ્રબંધમાં વૈરાગ્યના સંભવતા ભેદ બતાવીને તેના વિષય સાથે વૈરાગ્યનું સ્વરૂપ કહ્યું, તે વૈરાગ્ય મમતાને ત્યાગ કરવાથી સ્થિરતા પામે છે, તેથી તેની સ્થિરતા કરવામાટે આ ત્રીજા પ્રબંધમાં મમતાનું નિરાકરણ કેમ કરવું તે કહે છે. એવા સંબંધથી પ્રાપ્ત થયેલા આ (મમતા નિરાકરણ) પ્રબંધને પ્રથમ લેક આ પ્રમાણે છે. निर्ममस्यैव वैराग्यं स्थिरत्वमवगाहते। રત્યત્તત કા જમતામચનથૈયા . . .
મૂલાર્થ–મમતા રહિત પુરૂષને જ વૈરાગ્ય સ્થિરતાને પામે છે. તેથી કરીને પંડિત પુરૂષે અત્યંત અનર્થ કરનારી મમતાને ત્યાગ કરે. ૧. - ટીકાઈ–વૈરાગ્ય એટલે વિરક્તપણું એ ધન, પરિવાર, શરીર અને ગૃહાદિકને વિષે જેની મમત્વબુદ્ધિ નાશ પામી છે એવા પુરૂષને જ-એવા પુરૂષમાં જ સ્થિરપણને-સ્થાયિભાવને પામે છે એટલે સ્થિર થાય છે. તેવીરીતે-વૈરાગ્યનું સ્થાયિપણું થતું હોવાથી વિચક્ષણ-આત્માનું હિત જાણનાર પંડિતે આ લેક અને પરલેક સંબંધી અનેક પ્રકારના અને અનિષ્ટ ઉપદ્રવે એટલે તે પ્રાણને પણ અંત કરનારાં દ આપનારી મમતાને એટલે “આ ધાદિક મારૂં છે, હું તેને સ્વામી છું. એવા મનના પરિણામને મૂળથી જ ત્યાગ કર. ૧.
મમતા હોય અને ત્યાગ (વૈરાગ્ય) ધારણ કરે છે તે અકિંચિતક-નિરર્થક છે, તે બતાવે છે.
विषयः किं परित्यक्तैर्जागर्ति ममता यदि । त्यागात् कञ्चकमात्रस्य भुजगो न हि निर्विषः ॥२॥
મૂલાથું–જે હૃદયમાં મમતા જાગૃત હેય તે વિષયને ત્યાગ કરવાથી શું ફળ? કેમકે માત્ર કાંચળીને ત્યાગ કરવાથી સર્પ વિષ રહિત થતું નથી. ૨.
ટીકાથે–ો હદયમાં પૂર્વે કહેલી મમતા કુરણયમાન હોય તે ત્યાગ કરેલા-દીક્ષાદિક ગ્રહણ કરીને દૂર કરેલા શબ્દાદિક વિષયવડે ,
Shrutgyanam