________________
પ્રબંધ ]. સમતા અધિકાર
૧૫ સમતાવડે મોટી કર્મની નિર્જળા થાય છે, તે કહે છે – प्रचितान्यपि कर्माणि जन्मनां कौटिकोटिभिः। तमांसीव प्रभा भानोः क्षिणोति समता क्षणात् ॥ ४९ ॥
મૂલાઈ–જેમ સૂર્યની પ્રભા અંધકારને નાશ કરે છે, તેમ કોટી કેરી જન્મવડે બાંધેલાં કર્મોને પણ સમતા એક ક્ષણવારમાં નાશ કરે છે. ૪૮.
ટીકર્થ-જન્મ એટલે જીવના ભવો તેની કેરી કેટવડે એટલે કેટીને કેટીએ ગુણએ તેટલા જન્મોએ કરીને–તેટલા ભામાં બાંઘેલાં અત્યંત એવાં જ્ઞાનાવરણુદિક કર્મોને સમતા-સર્વત્ર સમષ્ટિપણું એક ક્ષણવારમાં-અલ્પ કાળની સેવાથી જ નાશ કરે છે, તે પર દષ્ટાંત આપે છે કે સૂર્યની પ્રભા-કિરણસમૂહ અંધકારમાત્રને જેમ ક્ષણવારમાં નાશ કરે છે, તેમ. ૪૯.
સમતા એ અન્ય દર્શનીઓને પણ ભાવ જૈનપણું ઉત્પન્ન કરવામાં કારણરૂપ થાય છે, તે કહે છે –
अन्यलिंगादिसिद्धानामाधारः समतैव हि। रतत्रयफलप्राप्तेर्ययास्याद्भावजैनता ॥५०॥
ભલાઈ–અન્ય લિંગાદિકે કરીને સિદ્ધ થયેલા જીવોને એક સમતા જ આધાર-અવલંબન છે, કે જે સમતાવડે ત્રણ રતના ફળની પ્રાપ્તિ સવાથી ભાવ જૈનપણું ઉત્પન્ન થાય છે. ૫૦,
ટીકાર્થ– જૈનથી રહિત એવાં બીજો દંડ, કમંડલુ તથા વયાદિક લિગે (વે) તથા ગૃહસ્થીને લિંગ અને સ્વયંબુદ્ધાદિક જેઓ સિદ્ધ થયા છે એટલે કેવળજ્ઞાનને પામ્યા છે, તેમને સિદ્ધપણું પામવામાં એક સમતા જ આધાર-અવલંબન છે. કે જે સમતાવડે રતની જેવા એટલે પ્રધાન-ઉત્કૃષ્ટ સભ્ય જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ત્રણ રોના ફળની-સિદ્ધપણુરૂપ કૃતાર્થપણાની પ્રાપ્તિ થવાથી ભાવ જૈનપણું પ્રાપ્ત થાય છે, એટલે શઢ ઉપયોગથી જિનેશ્વરપ્રણીત શાસ્ત્રના બંધની પ્રાપ્તિ થાય છે, તેથી તેઓને એક સમતાને જ આધાર છે એમ સિદ્ધ થાય છે. ૫૦.
જ્ઞાનનું ફળ પણ સમતા જ છે, તે કહે છે. ज्ञानस्य फलमेषैव नयस्थानावतारिणः । चन्दनं वहिनेव स्यात् कुग्रहेण तु भस्म तत् ॥ ५१ ॥
Aho ! Shrutyanam