________________
૧૩૮
અધ્યાત્મસાર ભાષાંતર.
[ તૃતીયચાંગ નામના આત્માનુભવ અર્થાત કેવળજ્ઞાનને ઉત્પન્ન કરનાર - પાયના જે અનુભવ-પરિપૂર્ણ સત્તાના જ્ઞાનરૂપ બેધ તે તે સાક્ષાત્ જીવની સત્તાદિકને દેખાડનારા થાય છે, તેથી તે પારને-ભવસાગરના તીરને અથવા સર્વે જાણવા યોગ્ય વસ્તુ સમૂહના અંતને અવગાહન કરે છે-પામે છે. તેથી કરીને જ સમતાનું પ્રાધાન્ય છે. (અહીં અતાવેલા સામર્થ્ય નામના યાગ શાસ્ત્રમાં કોઈ ઠેકાણે કહ્યો નથી, કેમકે તેમાં શાસ્ત્રના વિષય નથી. પરંતુ તે યોગ ખારમે ગુણસ્થાનકે પ્રાંતિભ ગાનની ઉત્પત્તિ થવાથી જ ઉત્પન્ન થાય છે; અને ત્યારપછી તરત કેવળજ્ઞાનની ઉત્પત્તિ થાય છે, માટે સમતાના પ્રકર્ષવડે જ તે સાધવા લાયક છે. ) ૧૫.
હવે સમતાના અધિકારના ઉપસંહાર કરે છે.— परस्मात्परमेषा यन्निगूढं तत्त्वमात्मनः । तदध्यात्मप्रसादेन कार्योऽस्यामेव निर्भर: ॥ ५६ ॥ મૂલાથે—જેથી કરીને આ સમતા આત્માનું સર્વથી ઉત્કૃષ્ટ અને અતિ ગૂઢ તત્ત્વ છે, તેથી કરીને આ સમતાને વિષે જ અધ્યાત્મના પ્રસાદવડે કરીને અતિ ઉદ્યમ કરવા. ૫૬.
ટીકાર્થ—પૂર્વોક્ત કારણેાથી આ સમતા આત્માનું-જીવનું નિગૂઢ એટલે પેાતાના સર્વ પ્રદેશાવર્ડ વ્યાસ એવું પરમ રહસ્ય છે, તથા સર્વે ચોગો કરતાં ઉત્કૃષ્ટ યોગરૂપ છે, તેથી કરીને અધ્યાત્મના પ્રસાદવડે એટલે મનની પ્રસન્નતાવડે આ સમતાને વિષે જ પંડિત પુરૂષાએ સર્વ પ્રયત્નવડે ઉદ્યમ કરવા. (તે સમતા આ પ્રમાણેના ઉદ્યમ (વિચાર )વડે ઉત્પન્ન કરવી—“સર્વ પ્રાણીને સુખ પ્રિય છે, દુ:ખપર દ્વેષ છે, સંસારના ભય છે અને જીવવાની ઇચ્છા છે, તેથી મારે સર્વ પ્રાણીનું હિત જ કરવું, કેમકે. તે સર્વ મારી સમાન જ ધર્મવાળા છે.” આ પ્રમાણેના વિચારથી સર્વત્ર સર્વ જીવ ઉપર સમષ્ટિ રાખવી. ) ૫૬. । इति समताधिकारः ।
સમતાવાળાનું કરેલું અનુષ્ઠાન જ શુદ્ધ થાય છે, માટે હવે શુદ્ધ અનુષ્ઠાનના અધિકાર કહે છે.——
परिशुद्धमनुष्ठानं जायते समतान्वयात् । कतकक्षोदसंक्रान्तेः कलुषं सलिलं यथा ॥ ५७ ॥ ભૂલાથે—જેમ કતકના ફળનું ચૂર્ણ નાંખવાથી ડૉળું પાણી નિર્મળ
Aho! Shrutgyanam