________________
પ્રબંધ.] સમતા અધિકાર.
૧૩૧ ટીકાર્થ– હે ભવ્ય પ્રાણીઓ! સમતા વિનાના દાન કરીને શુ? એટલે કે ધનના ત્યાગરૂપ અત્ત, પાન, વસ્ત્રાદિક દિન જાને આપવાથી શું કર્મ નિર્જરારૂપ ફળ થાય ? ન જ થાય. તથા બાર પ્રકારનાં તપવડે પણ શું ફળ? તથા યમ એટલે મહાવ્રત અને અણુવ્રતવડે કરીને પણ શું ફળ? તથા સ્વાધ્યાય, સંતેષ વિગેરે નિયમવડે પણ શું ફળ? અર્થાત દાનાદિક કરે અથવા ન કરે. સમતાવિના તેનું કાંઈ ફળ નથી ત્યારે મુક્તિને માટે શું કરવું તે કહે છે–ચારગતિવાળા સંસારરૂપી સમુદ્રને વિષે વહાણુરૂપ એક સમતા જ સર્વ કાર્યોમાં મુખ્ય કરીને સેવવા લાયક છે. ૩૯.
સમતાનું સુખ પિતાના અનુભવથી સિદ્ધ છે. તે કહે છે – दूरे स्वर्ग सुखं मुक्तिपदवी सा दवीयसी। मनःसंनिहितं दृष्टं स्पष्टं तु समतासुखम् ॥ ४०॥
મૂલાર્થ–સ્વર્ગનું સુખ તે દર છે, અને મોક્ષસ્થાને તે વળી અતિ દૂર છે, પરંતુ મનની સમીપે જ રહેલું સમતાનું સુખ તે. સ્પષ્ટ રીતે જ જોયેલું છે. ૪૦. - ટીકર્થ–હે ભવ્ય જીતમારે અને અમારે સ્વર્ગ એટલે દેવકમાં વસતા દેવનું પાંચ ઇદ્રિના વિષયોથી ઉત્પન્ન થયેલું સુખ-આનંદ તેને દૂર છે એટલે ચક્ષુરાદિક ઇદ્રિયેથી અગ્રાહ્ય એવા દૂર પ્રદેશમાં છે, તેથી દેખાય તેમ નથી; તથા જે મુક્તિ પદવી-અનંત સુખમય ક્ષસ્થાન છે, તે તે વળી અત્યંત દૂર પ્રદેશમાં છે, તેથી તે સ્પષ્ટ દેખાતું નથી, પરંતુ મનની સમીપે રહેલું સમતાનું સુખ એટલે રાગ દ્વેષાદિ રહિત મનની પરિણતિથી ઉત્પન્ન થયેલું સ્વાભાવિક અને સ્વાધીન એવું સુખ–આનંદ સાક્ષાત જોયું છે. અર્થાત સ્વર્ગ અને મોક્ષનું સુખ પક્ષ છે, તેથી તેને અનુભવ થતો નથી. પણ સમતાનું સુખ તે સાક્ષાત્ પોતાના (અમારા) હૃદયમાં જોયું છે, તેથી તે અમારા પોતાના અનુભવથી સિદ્ધ છે. ૪૦. જોયેલા સમતાના સુખનું જ અમૃતની ઉપમાવડે વિવરણ કરે છે
शोः स्मरविषं शुष्येत् क्रोधतापः क्षयं ब्रजेत् । औद्धत्यमलनाशः स्यात्समतामृतमजनात् ॥४१॥
મૂલાર્થ–સમતારૂપ અમૃતમાં ભજન કરવાથી દષ્ટિનું કામરૂપી વિષ સુકાઈ જાય છે, ક્ષેધરૂપી તાપ ક્ષય પામે છે, અને ઉદ્ધતપણુંરૂપી મળને નાશ થાય છે. ૪૧.
Aho! Shrutgyanam