________________
૧૧૬
અધ્યાત્મસાર ભાષાંતર. [તૃતીયઆત્મસ્વરૂપને વિષે મમતાના કારણભૂત વસ્તુને સંબંધ નહીં છતાં પણ મમતાને વશ થયેલે પ્રાણ તે વસ્તુના સંબંધને જુએ છે, તે કહે છે –
एकः परभवे याति जायते चैक एव हि। ममतोद्रेकतः सर्व संबन्धं कलयत्यथ ॥५॥
મૂલાર્થ-જીવ પિતે એકલે જ પરભવને વિષે જાય છે અને એકલે જ ઉત્પન્ન થાય છે, તે પણ મમતાના ઉકથી સર્વ સંબંધને જુએ છે. પ. 1 ટીકાર્થ–ધન અને પરિવારાદિકથી રહિત એકલે જ સંસારી જીવ પરભવનેવિષે બીજા જન્મમાં જાય છે, અને સર્વ સંબંધ રહિત એકલે જ મનુષાદિકપણે ઉત્પન્ન થાય છે; એમ જાણતાં છતાં પણ મમતાના . ઉદ્રકથી-તેની વૃદ્ધિને લીધે માતા, પિતા, ભાર્યા અને પુત્રાદિરૂપ સર્વ સંબંધને અવિદ્યમાન-અસત્ય છતાં પણ સત્ય હેય, તેમ જુએ છે જાણે છે. ૫.
દષ્ટાંતસહિત મમતાને પ્રચાર દેખાડે છેव्याप्नोति महती भूमि वटबीजाद्यथा वटः। तथैकममताबीजात् प्रपञ्चस्यापि कल्पना ॥ ६ ॥
ભૂલાઈ–જેમ વટવૃક્ષના એક બીજમાંથી ઉત્પન્ન થયેલ વટવૃક્ષ ઘણું પૃથ્વીને વ્યાપ્ત કરે છે, તેમ એક મમતારૂપ બીજથી આ સર્વ પ્રપંચની કલ્પના થાય છે. ૬. . ' ટીકાર્ય–જેમ એક વટવૃક્ષના બીજથી એટલે વટવૃક્ષના ફળની અંદર રહેલા સૂક્ષ્મ કણુયાથી ઉત્પન્ન થયેલે વટવૃક્ષ ઘણું પૃથ્વીમાં વ્યાપે છે–પોતાની શાખા, પ્રશાખા અને વડવાઈઓવડે ઘણું જગ્યાને રેકે છે, તે વટના દષ્ટાંતની જેમ જન્માદિક અંકુરના કારણરૂપ એક મમતારૂપી બીજમાંથી આ જગતના) પ્રપંચની-માતાપિતાદિક સંબંધના સમૂહની સર્વ કપના-રચના થાય છે. ૬.
હવે મમતાને પ્રકાર દેખાડે છેमाता पिता मे भ्राता मे भगिनी वल्लभा च मे । पुत्राः सुता मे मित्राणि ज्ञातयः संस्तुताश्च मे ॥ ७ ॥
મલાઈ–આ મારી માતા, આ મારા પિતા, આ મારા ભાઈ, આ મારી બહેન, આ મારી ભાર્યા, આ મારા પુત્રો, આ મારી પુત્રીઓ, આ મારા મિત્રો, આ જ્ઞાતિબંધુઓ અને આ મારા પૂર્વપરિચિત જ છે. 9.
Aho ! Shrutgyanam