________________
પ્રબંધ]
વૈરાગ્યના ભેદ. मदनोन्मादवमनं मदसंमर्दमर्दनम् । असूयातन्तुविच्छेदः समतामृतमजनम् ॥ ७८॥ स्वभावान्नैव चलनं चिदानन्दमयात् सदा। वैराग्यस्य तृतीयस्य स्मृतेयं लक्षणावली ॥७९॥ .
મૂલાર્થ–સૂક્ષ્મદ્રષ્ટિ, મધ્યસ્થપણું, સર્વત્ર હિતનું ચિતવન, ક્રિયાને વિષે અત્યંત આદર, લેકેને ધર્મને વિષે જોડવા; તથા અન્ય જનોના વૃત્તાંતને વિષે મૂક, અંધ અને બધિરના જેવી ચેષ્ટા, તથા ધન ઉપાર્જન કરવામાં દરિદ્રીની જેમ આત્માના ગુણ પ્રાપ્ત કરવાના અભ્યાસમાં ઉત્સાહ; તથા કામદેવના ઉન્માદનું વમન, તથા આઠ મદની સંકીર્ણતાનું મર્દન, તથા અસૂયાના તતુને નાશ, તથા સમતારૂપી અમૃતને વિષે ભજન (સ્નાન) તથા નિરંતર ચિદાનંદમય એવા આત્મસ્વભાવથી નહી ચળવાપણું એ સર્વ ત્રીજા (જ્ઞાનગર્ભ) વૈરાગ્યનાં લક્ષની શ્રેણી કહેલી છે. ૭૬-૭૭-૭૮-૭૯
ટીકર્થ–સૂક્ષ્મ એટલે નિપુણતાવડે ગ્રહણ કરવા લાયક જે નિગેદનું અનાદિ અનંતપણું તથા ભવ્યત્વ અભવ્યત્વાદિક ભાવે, તેનું જે જેવાપણું અર્થાત્ સૂક્ષ્મદષ્ટિ તથા મધ્યસ્થપણું–તત્વની પરીક્ષાને વિષે પક્ષપાત રહિતપણે રાગદ્વેષની વચ્ચે રહેવાપણું, તથા સર્વ પ્રાણીઓનેવિષે હિતનું ચિંતવન એટલે તેમના કલ્યાણ અને સુખની વૃદ્ધિ તથા સંસારના પારની પ્રાપ્તિ માટે ભાવના કરવી તે, તથા કિયાને વિષે-- યમાદિક વ્યાપારને વિષે માટે આદર-બહુમાનપૂર્વક ઉદ્યમ, તથા ધર્મધનને નહીં પામેલા લેકેની જિનેશ્વરે કહેલા સમ્યક્ત્વાદિક ધર્મને વિષે પેજના કરવી તે–તેમને ઉપદેશાદિકવડે ધર્મની પ્રાપ્તિ કરાવવી તે, તથા પિતાથી અતિરિક્ત સર્વ જનની સાંસારિક પ્રવૃત્તિને વિષે મૂક, અંધ અને બધિરના જેવી એટલે કે મૂકની જેમ વચનરહિતપણું, અંધની જેમ નહીં જોવાપણું અને બધિરની જેમ નહીં સાંભળવાપણું તેના જેવી ચેષ્ટા-પ્રવૃત્તિ, તથા જ્ઞાનાદિક અને વિનય, ધ્યાન, વૈયાવૃત્ય તથા ભાવનાદિક આત્માના ગુણેને પ્રાપ્ત કરવાના અભ્યાસને વિષે-વારંવાર મનન કરવાને વિષે ઉત્સાહ-ઉત્કંઠા અર્થાત હર્ષપૂર્વક ઉદ્યમ, કેની જેમ? તે કહે છે–સ્થ-દુઃખી એટલે નિર્ધનને દ્રવ્ય ઉપાર્જનને વિષે જેમ હેય તેમ (અર્થાત જેમ નિર્ધન મનુષ્યને ધન ઉપાર્જન કરવાને વિષે પ્રબળ ઉદ્યમ હોય છે, તેમ જ્ઞાનગર્ભ વૈરાગ્યવંતને આત્માના ગુણ ઉપાર્જન કરવામાં તીવ્ર ઉદ્યમ હોય છે );
Aho T Shrutgyanam