________________
૧૦૬
અધ્યાત્મસાર ભાષાંતર.
[દ્વિતીય
આ જગતમાં ખીજા—નાશવંત મલ્લિકાદિકના સૌરભને વિષે પ્રીતિ કરવી તે ચાગ્ય જ નથી—તે કાર્ય યુક્તિયુક્ત જ જણાતું નથી. ૯૦.
હવે ત્રણ શ્લાકે કરીને રસવિષયમાં નિવૃત્તિ બતાવે છે.मधुरैर्न रसैरधीरता वचनाध्यात्मसुधालिहां सताम् । अरसैः कुसुमैरिवालिनां प्रसरत्पद्मपरागमोदिनाम् ॥ ९१ ॥
ભૂલાથે—વિકસ્વર કમળના પરાગવડે આનંદ પામનારાં ભ્રમરાઆને રસરહિત પુષ્પાની જેમ અધ્યાત્મરૂપી અમૃતનું આસ્વાદન કરનારા સત્પુરૂષોને પુગળિક મધુર રસવર્ડ કોઈ પણ ઠેકાણે આતુરતા થતી નથી. ૯૧
ટીકાથે—અધ્યાત્મરૂપ-સત્ જ્ઞાન ક્રિયાત્મક આત્માની પરિણતિરૂપ અમૃતનું આસ્વાદન કરનાર સાધુ પુરુષોને દૂધ, દહીં, સાકર વિગેરે મધુર રસાવડે કાઇપણ ક્ષેત્ર કાલાદિકને વિષે લુબ્ધતા-આતુરતા થતી નથી. તેમાં ટાન્ત આપે છે કે-વિકાસ પામેલા કમળાના પરાગવડેસુગંધથી ભરેલા પુષ્પના રજકણેાવડે આનંદ પામનારા ભ્રમરાઓને નીરસ પુષ્પાવડે કદાપિ આનંદ થતુ નથી. જેમ પદ્મ-કમળના રાગથી તૃપ્ત થયેલા ભ્રમરાએ નીરસ પુષ્પના આસ્વાદનમાં આસક્ત થતા નથી તેમ અધ્યાત્મરૂપી અમૃતથી તૃપ્ત થયેલા મુનિવરો દૂધ, સાકર વિગેરે મધુર રસના આસ્વાદમાં આસક્ત થતા નથી-તેમાં આસક્તિરહિત જ રહે છે. ૯૧
તે યાગીઓને પુદ્ગળિક રસાને વિષે અનાદરજ હાય છે,તે કહે છે.— विषमायतिभिर्नु किं रसैः स्फुटमापातसुखैर्विकारिभिः । नवमेनवमे रसे मनो यदि मग्नं सतताविकारिणि ॥ ९२ ॥
મૂલાથે—તે નિરંતર વિકાર રહિત અને દાષાત એવા નવમા રસ ( શાંતરસ )ને વિષે ચિત્ત મગ્ન થયું હોય તે ભયંકર પરિણામવાળા, માત્ર ભાગકાળે જ સુખકારક અને વિકારવાળા એવા રસાએ કરીને શું ફળ ? કાંઈ જ નહીં. હર.
ટીકાર્થ—ને નિરંતર અવિકારી એટલે પરિણામે વિકાર નહીં દેખાવાથી વિકારરહિત અને દાષવર્જિત એવા નવમા રસને વિષે-શાંતરસ નામના રસાધિરાજને વિષે ચિત્ત લય પામ્યું હાય, તે વિષમ-ભયાનક અથવા દુ:સહ છે ભાગના ઉત્તર કાળ જેમાં એવા સ્પષ્ટ રીતે આપાતને વિષે-માત્ર ભાગ સમયે જ સુખકારક લાગતા તથા વિકારી એટલે પરિણતિના વિપર્યાસ કરનારા અને દેઢુના વિપર્યાસ કરનારા
Aho! Shrutgyanam