________________
અધ્યાત્મસાર ભાષાંતર.
[ દ્વિતીય–
અહીં કોઈ શંકા કરે કે—આત્માનેવિષે પરપર્યાયાના અભેદ સંબંધ દેખાતા નથી, તે કેવીરીતે સ્વપર્યાય કહી શકાય? તે શંકાના પરિહાર કરે છે.—
ત
अतादात्म्येऽपि संबन्धव्यवहारोपयोगतः ।
तेषां स्वत्वं धनस्येव व्यज्यते सूक्ष्मया धिया ॥ ६२ ॥ મૂલાર્જ-આત્માનેવિષે તે પરપર્યાયોની તદ્રુપતા નહીં છતાં પણ સંબંધરૂપે વ્યવહારના ઉપયોગ થકી ધનની જેમ સૂક્ષ્મ બુદ્ધિવડે તેમાં સ્વત્વ (સ્વપર્યાયપણું ) દેખાય છે. ૬.
ટીકાર્થ——જો કે પરપોંયાનું આત્માનેવિષે તાદાત્મ્યપણું એટલે તેજ જીવાદિક અથવા પરમાણ્વાદિક જેનું સ્વરૂપ છે તે તદાત્મા, તેના ભાવ-ધર્મ તે તાદાત્મ્ય ( અભેદપણું ) નથી, તે પણ 'અભેદ સંબંધરૂપ વ્યવહારના ઉપયોગથી-પ્રયોજનથી તે પરપાઁયાનું આત્મસ્વરૂપપણું સૂક્ષ્મ ભાવને ગ્રહણ કરનારી નિપુણ બુદ્ધિવડે દેખાય છે. જેમ ધર્નિકને વિષે ધનના સંબંધ દેખાય છે તેમ અહીં પણુ જાણવું. ૬૨.
હવે સાધુના ઉદાહરણવડે એકજ આધારમાં પર્યાયાનું અભેદપણું અને ભેદપણું દેખાડે છે.—
पर्यायाः स्युर्मुनेर्ज्ञानदृष्टिचारित्रगोचराः ।
यथा भिन्ना अपि तथोपयोगाद्वस्तुनो ह्यमी ॥ ६३ ॥ મૂલાર્થ—જેમ સાધુને જ્ઞાન, દર્શન અને ચારિત્રના વિષયવાળા પર્યાય ભિન્ન છતાં પણ હેાય છે, તેમ ઉપયોગને લીધે વસ્તુના આ પોંચા થાય છે. ૬૩.
ટીકાથે--જેમ-જે પ્રસિદ્ધ જ્ઞાનપણાદિકના ભેદે ફરીને સાધુને જ્ઞાન-સામાન્ય અને વિશેષ વસ્તુને ગ્રહણ કરનાર બાધ; અહીં જ્ઞાન શબ્દે કરીને દર્શનપણુ વિવક્ષિત છે તેથી તે ( દર્શન ) જૂદું કહ્યું નથી. તથા દૃષ્ટિ-જિનેશ્વરના વચનનેવિષે રૂચિવાળુ સમકિત, તથા ચારિત્રપરભાવના ત્યાગની પરિણતિરૂપ વિરતિ, એ ત્રણે જેના વિષય છે એવા એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્રના વિષયવાળા પાઁયા-જ્ઞાનાદિકના વિષયમાં જે આત્માની રસિકતા છે તેના વળીએ પેાતાની બુદ્ધિથી કપેલા નિવિભાગ અંશા ભિન્ન હાય-જ્ઞાનાદિકના વિભાગે
૧ જેને વિષે જે ભેદ દેખાય છે, તેનું નામ અસ્તિત્વ, અને સ્વત્વસંબંધ નાસ્તિપણાએ છે તેથી પરનું નાસ્તિપણું એ આત્માનેવિષે અભેદપણે રહેલું છે. ૩ જેના વિભાગ ન થઇ શકે તે, અર્થાત્ નાનામાં નાના વિભાગ,
Aho! Shrutgyanam