________________
ઘટ
અધ્યાત્મસાર ભાષાંતર.
[ દ્વિતીય
મૌન એ એના નિશ્ચય સંબંધ મતાન્યા છે. તેથીકરીને ક્રિયાના સાર-સફળતાનું કારણ સમ્યકત્વ જ છે. અર્થાત્ તે સમ્યકત્વ શુદ્ધ છતે જ ચારિત્ર પણ શુદ્ધ થાય છે. તે વિષે આચારાંગમાં આ પ્રમાણે કહ્યું છે.-- જ્ઞ સમાં ત્તિ પાસદ, સં મોળું તિ પાલ, બં મોળું ત્તિ પાસદ, સં સમં તિ પાસદ ” જે સમર્પિત છે તે મૌન જાણુ, અને જે મૌન છે તેને સમકિત જાણુ, ઇત્યાદિ. ૫૫.
પૂર્વોક્ત અર્થને જ સ્પષ્ટ રીતે કહે છે.—
अनाश्रवफलं ज्ञानमव्युत्थानमनाश्रवः । सम्यक्त्वं तदभिव्यक्तिरित्येकत्वविनिश्चयः ॥ ५६ ॥ મૂલાથે—જ્ઞાન એ અનાથવરૂપી ફળવાળું છે (જ્ઞાનનું ફળ અનાશ્રવ છે.) અને અનાશ્રવ એ અવ્યુત્થાન (વિષયાપર અનાસક્તિ ) છે. તે તેની સ્પષ્ટતા એ જ સમ્યકત્વ છે. એ પ્રમાણે તેમના એકત્વને– અભેદપણાના નિશ્ચય છે. ૫૬.
ટીકાર્બ—જ્ઞાન—ખાધ એ અનાશ્રવ–નવા કર્મના બંધના અભાવરૂપ ફળવાળું છે તેથી જે આશ્રવને નિરોધ કરનાર ન હેાય તે જ્ઞાન પણ કેમ કહેવાય ? નજ કહેવાય. તે કારણ માટે જ્ઞાનનું ફળ અનાશ્રવ છે, અને તેજ સમ્યકત્વ છે એમ જાણુ. તથા અનાશ્રય-જીવનું આશ્રવરહિતપણું એ અત્યુત્થાન એટલે આત્મસ્વભાવના વિરૂદ્ધ ભાવામાં નહીં જવાપણું-રાગાદિક વિષયોની અનુત્પત્તિરૂપ જાણવું. અર્થાત્ આત્માના હિતકારક કાર્યમાં જ પ્રવૃત્તિ કરવી તે અનાશ્ર, અને તે અનાશ્રવ છતે જ મૌન ( મુનિપણું ) અને તે જ સમ્યક્ જ્ઞાન છે. તે અનાશ્રવ ફળવાળું જ્ઞાન અને અવ્યુત્થાનની ઉત્પત્તિ-પ્રગટતા એ સમ્યકત્વ જાવું. એ પ્રમાણે-જ્ઞાનનું ફળ અનાશ્રય અને અનાશ્રવ એ સમ્યકત્વ એ પ્રમાણે બંનેને અનાશ્રય સ્વભાવ હેાવાથી એકપાના નિશ્ચય છે. અહીં તાત્પર્ય એ છે કે જે આત્માપ્રત્યે અનાશ્રવને ઉત્પન્ન કરનાર છે તે જ્ઞાન છે. જે અનાશ્રવની ઉત્પત્તિ તે ચારિત્ર છે, અને તે આત્માનું હિતાપયોગીપણું છે, અને તે જ જીવને સમકિતની પ્રગટતા છે. એપ્રમાણે સમ્યક્ દર્શન, જ્ઞાન અને ચારિત્રના એકપણાના નિશ્ચય કરવા. કેમકે તેમના પરસ્પર સમાવેશ થાય છે. ૫૬.
बहिर्निवृत्तिमात्रं स्याच्चारित्राद्व्यावहारिकात् । अन्तःप्रवृत्तिसारं तु सम्यक्प्रज्ञानमेव हि ॥ ५७ ॥ મૂલાથે-વ્યાવહારિક ચારિત્રથી માત્ર બાહ્ય પદાર્થોની જ નિવૃત્તિ
ૐ
Aho! Shrutgyanam