________________
પ્રબંધ. ]
વૈરાગ્યના ભેદ.
८७
મુખ્યતા ન હેાય એટલે જે મુનિ સ્વપર શાસ્ત્રથી ઉત્પન્ન થયેલા જ્ઞાનની મુખ્યતા રહિત હોય, તથા પ્રપેક્ષણાદિક ક્રિયામાત્રમાં પ્રાધાન્યવાળા એટલે ઉદ્યમવંત હાય એવા પ્રકારના મુનિ કર્મના-ચરણુ સપ્રતિકા અને કરણ સપ્તતિકારૂપ ક્રિયાના નિશ્ચયવડે-પરમાર્થવડે શુદ્ધ-નિર્મળ એટલે દોષરૂપ કલંકથી રહિત અને માક્ષમાર્ગને અનુસરતા એવા સારને-ક્રિયાની સફળતાને અને અતિ દૃઢતાને પામતેા નથી. અહીં સૂત્રનું આ પ્રમાણે પ્રમાણ છે. " चरणकरण पहाणा ससमयपरसमयमुक्कवावारा । સરળરસ્ત સાર નિયમુદું ન ચાળંતિ ॥ ૧ ॥”—ચરણુ અને કરણ સપ્તતિકાને વિષે પ્રધાન પણ સ્વસમય અને પરસમયના વ્યાપાર રહિત એવા મુનિ નિશ્ર્ચયવડે શુદ્ધ એવા ચરણુ અને કરણના સારને જાણતા નથી. ૫૪.
આ જ્ઞાનગર્ભ વૈરાગ્યને વિષે સૂક્ષ્મ ભાવને અવલાકન કરનારનું જ્ઞાન અન્વય ( સંબંધ )વડે કહેવાને ઈષ્ટ છે, પરંતુ સ્થૂલદષ્ટિપણારૂપ જ્ઞાન ઇષ્ટ નથી, કેમકે તેવું જ્ઞાન તે અન્યત્ર પણ હોઈ શકે છે. તેથી વીશ લેાકવર્ડ સૂક્ષ્મ ભાવદર્શીપણું દેખાડે છે.—
सम्यक्त्वमानयोः सूत्रे गतप्रत्यागते यतः ।
नियमो दर्शितस्तस्मात् सारं सम्यक्त्वमेव हि ॥ ५५ ॥
મૂલાથે—જે હેતુ માટે સૂત્રમાં સમ્યકત્વ અને મુનિપણાના ગતપ્રત્યાગત એટલે પરસ્પર સંબંધ છે એવા નિયમ દેખાડવો છે; તેથી કરીને સમ્યકત્વ જ સારભૂત છે. ૫૫.
ટીકાર્યં—જે હેતુ માટે શ્રીઆચારાંગ સૂત્રમાં-સમ્યકત્વ એટલે વીતરાગે કહેલા યથાસ્થિત જીવાદિક સમગ્ર જ્ઞેય પદાર્થોનું પ્રમાણુ, નય, નિક્ષેપ, દ્રવ્ય, ક્ષેત્ર અને ભાવવડે હેય (ત્યાગ કરવા લાયક ), જ્ઞેય ( જાણવા લાયક ) અને ઉપાદેય ( ગ્રહણ કરવા લાયક ) પાએ કરીને જાણવું અને તેજ પ્રમાણે શ્રદ્ધા રાખવી તે. ( અહીઆં કારક સમ્યકત્વ વિવક્ષિત છે. ) તથા મુનિપણું એટલે આશ્રવાદિક સર્વે હેય પદાર્થોથી નિવૃત્તિ પામવી તે. આ બે ( સમ્યકત્વ અને મુનિપણા )ના ગતપ્રત્યાગત એટલે પરસ્પર સંબંધ-વ્યાપ્તિ છે. અર્થાત્ સર્વે હેય પદાર્થોથી નિવૃત્તિ પામવી તેજ મૌન, અને તે મૌન પરમાર્થપણે શ્રદ્ધાપૂર્વક જ થાય છે, એટલે તે ( મૌન ) સમ્યકત્વરૂપ શ્રદ્ધા હોવાથી જ સમ્યકત્વ જે પ્રમાણે તીર્થંકરોએ પ્રતિપાદન કર્યું છે તેજ પ્રકારે મોન કરવાથી જ થાય છે, માટે સમ્યક્ત્વ છતે મોન અને મૌન છતે સમ્યફત્હ એવી બન્નેની પરસ્પર વ્યાપ્તિ છે. એ પ્રમાણે સમ્યકત્વ અને
થાય છે. અને
Aho! Shrutgyanam