________________
( ૧૦ ) सरस्वेदक्लेदग्लपितगुणमेदस्यनुदिनं भवग्रीष्मे भीष्मे किमिह शरणं तापहरणम् ॥ ८८॥
મલાઈ–જે ભવરૂપી ગ્રીષ્મકાળમાં અતિ ઉગ્ર ક્રોધરૂપી સૂર્યથી શમતારૂપ સરવર શેષણ પામે છત-સૂકાઈ ગયે છતે વિષયને પરાધીન થયેલા ભવ્ય પ્રાણીઓ તૃષાવડે પીડા પામીને ખેદયુક્ત થાય છે, તથા જે ભવરૂપી ગ્રીષ્મકાળે નિરંતર કામદેવરૂપી સ્વેદ (પરસેવા)ની આતાથી ગુણરૂપી મેદસને ગ્લાની પમાડી છે એવા આ ભયંકર ભવરૂપી ગ્રીષ્મઋતુને વિષે તાપનું હરણ કરનાર કયું શરણુ-આશ્રય છે? ૮૮.
ટીકાર્યું–હે ભવ્ય પ્રાણીઓ! નિરંતર કામવિકારરૂપ પરસેવાની આર્દ્રતાથી ગુણરૂપી મેદસ-ધર્મધાતુઓને જેણે ગ્લાની-દુર્બળતા પમાડ્યા છે, એવા આ ભયંકર ભવરૂપી ગ્રીષ્મઋતુને વિષે તાપને હરણ કરનાર એટલે મનના ઉદ્વેગનું તથા કારૂપ સૂર્યના તીણ કિરણેથી ઉત્પન્ન થયેલા સંતાપનું નિવારણ કરવા માટે કઈ વસ્તુ શરણ-આશ્રય કરવા
ગ્ય છે? કઈ પણ નથી. કેમકે તે ભવરૂપી ગ્રીષ્મકાળને વિષે અતિ ઉગ્ર-દુર્ગતિને હેત હેવાથી ભયાનક એવા ફોધરૂપી અર્કથી–સ્વપરને તાપનું કારણ હોવાથી જેને સૂર્યની ઉપમા ઘટે છે એવા ક્રોધાર્કિથી શાંતવૃત્તિરૂપ સરવર સંતાપનું હરણ કરવામાં સમર્થ હોવાથી જેને જળાશયની ઉપમા ઘટે છે એવું જળાશય શેષ પામે સતે-શાંતરરારૂપી જળરહિત થયે સંતે તે વિષને પરાધીન થયેલા ભો–મોક્ષે જવા
ગ્ય ભવ્ય છો, તૃષાથી પીડા પામ્યા છતા જ કલેશ પામે છે. એટલે શમતારૂપ રસના અભાવને લીધે તૃની અપૂર્ણતા થવાથી તરસ્થાને તરયા જ મરી જાય છે. ૮૮.
આ સંસારમાં સર્વ સ્વજને સ્વાર્થના જ સગા છે એમ વિચારવું, તે કહે છે–
पिता माता भ्राताऽप्यभिलषितसिध्धावभिमतो गुणग्रामज्ञाता न खलु धनदाता च धनवान् । जनाः स्वार्थस्फातावनिशमवदाताशयभृतः प्रमाता का ख्याताविह भवसुखस्यास्तु रसिकः ॥ ८९ ॥
ભલાર્થ–આ સંસાર સુખનું વર્ણન કરવામાં કો રસિક પુરૂષ પણ પ્રમાતા (માપ કરનાર) છે? કઈ જ નથી, કેમકે પિતા, માતા અને ભ્રાતા પણ સ્વઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય તે જ માન્ય થાય
Aho! Shrutgyanam