________________
( ૯ ) સંસારમાં વસતા પ્રાણુઓને સુખ હેતું નથી એમ વિચારવું, તે કહે છે –
इहोदामः कामः खनति परिपन्थी गुणमहीमविश्रामः पार्श्वस्थितकुपरिणामस्य कलहः । बिलान्यन्तः कामन्मदफणभृतां पामरमतं વામાજિં નામ પ્રમવાસ્થિતિનુણ I ૮૭,
મલાઈ-પામર પ્રાણીઓએ માનેલા પ્રગટ સંસારરૂપી ગૃહમાં નિવાસ કરવાથી કપેલા સુખને અમે ક્યા નામથી કહીએ-વર્ણન કરીએ? કેમકે આ ભવાસમાં કામદેવરૂપી ઉદ્ધત શત્રુ અથવા ચોર ત્રણ ગુણરૂપી પૃથ્વીને ખોદે છે. તથા પડેશમાં રહેલા પરિણામને નિરંતર કજીએ ચાલે છે. અને અંદર (મનમાં) સંચાર કરતા અષ્ટમદરૂપી સને બીલ જોવામાં આવે છે. ૮૭.
ટીકાર્થ–પામર-તત્ત્વને નહીં જાણનારા પુરૂષોએ માનેલું એટલે બહુમાનવડે સ્વીકાર કરેલું પ્રગટ–સ્પષ્ટ રીતે નામના ઉચ્ચારપૂર્વક ભવરૂપી ગૃહમાં જે પ્રાણીઓને નિવાસ કરવાનું સુખ છે, તેને અમે
ક્યા નામથી કહીએ ? કેમકે તેમાં કાંઈપણું સુખપણું જોવામાં આવતું નથી, તેથી તેને કેાઈ પણ સુખનું નામ આપી શકાતું નથી. આ ભવરૂપી ગ્રહને વિષે ઉદ્ધત-દમન કરી ન શકાય તે કામદેવ-મર્યાદારહિત સ્ત્રીનું સેવન કરવારૂપ પરિપંથી—ચોર અથવા શત્રુ ત્રણ રતમય ત્રણ ગુણરૂપી પૃથ્વીને-સમતાદિક શુદ્ધ પરિણુતિને છેદી નાખે છે. કામદેવ સમતાને વિનાશ કરનાર છે, તેથી કામી માણસ સંસારમાં જ ભમે છે. તથા તે ભગૃહને વિષે પાસે–પડેશમાં રહેલા પરિણુંમને-નિંઘપરિણતિને નિરંતર કલહ-વાણુના યુદ્ધને કલેશ જેવામાં આવે છે. પરિણામથી કલેશ જ ઉત્પન્ન થાય છે, માટે આ પ્રમાણે કહ્યું છે. તથા અંદર એટલે ભવગ્રહને વિષે અર્થાત મનમાં સંચાર કરનારા સુજાત્યાદિકની પ્રાપ્તિથી ઉત્પન્ન થયેલા અભિમાન (આઠ મદ)રૂપી સના બીલે જોવામાં આવે છે. અભિમાન વિનાશનું કારણ હોવાથી તેને સર્ષની ઉપમા આપી છે. આવા સંસારરૂપ ગ્રહમાં સુખ ક્યાંથી હોય? નજ હોય. ૮૭.
આ સંસાર ગ્રીષ્મઋતુની જેમ ભયંકર છે એમ વિચારવું, તે કહે છેतृषार्ताः खिद्यन्ते विषयविवशा यत्र भविनः करालक्रोधार्काच्छमसरसि शोषं गतवति ।
Aho ! Shrutgyanam