________________
અધ્યાત્મસાર ભાષાંતર.
[ દ્વિતીયપણ નથી, એટલે કે જેઓ પ્રથમ ઉદ્યત વિહારવડે વ્રતનું પાલન કરીને પછી કેટલેક કાળે પડે ભ્રષ્ટ થાય (વ્રતનો ભંગ કરે) તે પશ્ચાત. નિપાતી કહેવાય છે એવા પણ તેઓ નથી, માટે તેઓ ગૃહસ્થીઓથી કાંઈપણ અધિક નથી. અર્થાત ગૃહસ્થાશ્રમી જ છે. ૪૨.
હવે દુઃખગર્ભિત વૈરાગ્યને ઉપસંહાર કરે છે– गृहेऽन्नमात्रदौर्लभ्यं लभ्यन्ते मोदका व्रते। .. वैराग्यस्यायमर्थो हि दुःखगर्भस्य लक्षणम् ॥ ४३ ॥
મૂલાર્ચ–ગૃહવાસને વિષે કેવળ અન્નની પણ દુર્લભતા છે, અને વ્રતમાં તે મેંદક પ્રાપ્ત થાય છે, આ પ્રકારનો જે અર્થ-પ્રયોજન તે દુઃખગર્ભિત વૈરાગ્યનું લક્ષણ જાણવું. ૪૩.
ટીકાર્ય–દુઃખને લીધે વિરક્ત થયેલાના વૈરાગ્યનું પ્રયોજન-પરમાર્થ આ પ્રમાણે હોય છે-ગૃહવાસને વિષે ઘી, શાક વિગેરેની અપેક્ષાવિના માત્ર અન્નની પણ દુર્લભતા છે. અને દીક્ષામાં તો લાડુ મળે છે, માટે ચાલે દીક્ષા ગ્રહણ કરીએ. આ પ્રમાણે દુઃખગર્ભિત વૈરાગ્યનું લક્ષણ જાણવું. અધ્યાત્મની કામના (ઈચ્છા) વાળા મનુષ્ય આવા વૈરાગ્યને ત્યાગ કર. ૪૩,
હવે આઠ લેકેકરીને હગર્ભિત વૈરાગ્યનું સ્વરૂપ બતાવે છે – कुशास्त्राभ्याससंभूतं भवनैर्गुण्यदर्शनात् । मोहगर्भ तु वैराग्यं मतं बालतपस्विनाम् ॥ ४४ ॥
મૂલાળું—કશાસ્ત્રના અભ્યાસથી ઉત્પન્ન થયેલ અને ભવની નિર્ગણુતા જાણવાથી ઉત્પન્ન થયેલે એ અજ્ઞાન તપસ્વીઓએ માનેલો જે વૈરાગ્ય તે મેહગર્ભ વૈરાગ્ય કહેવાય છે. ૪૪.
ટીકર્થ—કશાસ્ત્રના અભ્યાસથી ઉત્પન્ન થયેલે એટલે કુત્સિતસદ્ભત ભાવને અપ્રમાણુ કહેનાર અને અદ્ભુત ભાવને પ્રમાણ માનનાર અસરાનાં કહેલાં જે શાસ્ત્રો, તેના અભ્યાસથી એટલે ભણવા કે સાંભળવાથી થયેલે વૈરાગ્ય, અથવા ભવની નિર્ગુણતા દેખવાથી એટલે ગ્રહવાસ અને જન્માદિરૂપ સંસાર તેની નિર્ગુણતા એટલે સુખરહિતતા તે જોવા જાણવાથી ઉત્પન્ન થયેલે એ બાળતપસ્વીને એટલે અપ્રાપ્ત પરમાર્થવાળા અને પંચાગ્નિસાધન વિગેરે તપમાં રક્ત એવા તાપસાદિકે એ પ્રમાણે કરેલે એવો જે વૈરાગ્ય તે મેહગર્ભ અર્થાત્ અજ્ઞાનસંબદ્ધ વૈરાગ્ય કહેવાય છે. ૪૪.
Aho ! Shrutgyanam