________________
૮૦
અધ્યાત્મસાર ભાષાંતર.
[ દ્વિતીય
વસ્તુના લાભ થાય તો તે વૈરાગ્યના વિનિપાત-ભ્રષ્ટતા પણ થાય છે. ૩૮. ટીકાથે—આ દુ:ખાન્વિત વૈરાગ્યનેવિષે શરીર અને ચિત્તના ખેદ એટલે અનુક્રમે ક્ષુધા, તૃષા, ગ્લાનિ વિગેરે તથા પોતાના કુટુંબના નિર્વાહની ચિંતા વિગેરેથી ઉત્પન્ન થયેલા સંતાપ જ તે વૈરાગ્યનું કારણ છે. અને વૈરાગ્યનું તૃપ્તિ કરનાર-પાષણ કરનાર જ્ઞાન-સદ્બાધ, તે ત્યાં છે જ નહીં, તથા પેાતાને ઇચ્છિત–મેળવવાના ઇષ્ટ ધનાદિકને કોઈ પણ ઉપાયના પ્રયોગવૐ લાભ, તેની પ્રાપ્તિ જો થઈ જાય તે વ્રતરૂપી પર્વતના શિખરપરથી અધઃપાત અથવા ઉત્ત્તત્રજ્યા ( પ્રત્રજ્યાને છેડી દેવાપણું ) પણ થાય છે. ૩૮.
दुःखाद्विरक्ताः प्रागेवेच्छन्ति प्रत्यागतेः पदम् । अधीरा इव संग्रामे प्रविशन्तो वनादिकम् ॥ ३९ ॥ મૂલાર્થ—જેમ યુદ્ધવિષે પ્રવેશ કરતા અધીર પુરૂષો વનાદિકને ઇચ્છે છે, તેમ દુ:ખથી વૈરાગ્ય ( દીક્ષા ) પામેલા પુરૂષા પ્રથમથી જ (દીક્ષા લીધા પહેલાં જ ) પાછા આવવાના સ્થાનને ઇચ્છે છે. ૩૯.
ટીકાર્ય-આજીવિકાદિકના દુઃખથી ઉદ્વેગ પામીને દીક્ષા ગ્રહણ કરનાર પુરૂષા પ્રથમથી જ એટલે દીક્ષા ગ્રહણ કર્યાના કાળથી પહેલાં જ ફરી ગૃહાવાસમાં આવવાના સ્થાનને ઇચ્છે છે. એટલે કે જો પ્રત્રજ્યામાં દુઃખ પડશે તે તે પ્રત્રજ્યાના ત્યાગ કરીને ફરીથી ઘેર આવીશું, અને તે વખતે અમુક ઉપાયથી નિર્વાહ કરશું.” એ પ્રમાણે ઈચ્છે છે. આ ઉપર દૃષ્ટાંત કહે છે.-જેમ યુદ્ધમાં પ્રવેશ કરનારા અધીર-કાયર પુરૂષ વનાદિકને-ગહન વન, ગંભીર ગર્તા તથા ગિરિની ગુહા વિગેરેને ઇચ્છે છે; એટલે કે જો આપણા પરાજય થશે તે અહીં આવીને ભરાઈ રહીશું ” એમ ઇચ્છે છે તેમ. ૩૯.
ઉત્પત્રજ્યામાં જે આજીવિકાના ઉપાય ચિતવ્યા તેનું ફળ કહે છે.शुष्कतर्कादिकं किंचिद्वैद्यकादिकमप्यहो ।
पठन्ति ते शमनदीं न तु सिद्धान्तपद्धतिम् ॥ ४० ॥ મલાર્થ—અહ।। તે દુઃખગર્ભિત વૈરાગ્યવંત મનુષ્યો શમતાની નદીસમાન સિદ્ધાન્તની પદ્ધતિના અભ્યાસ કરતા નથી; તે તેા શુષ્ક એવા કાંઈક તર્કશાસ્ત્રાદિક તથા કાંઇક વૈદકશાસ્ર વિગેરે ભણે છે. ૪૦.
ટીકાભેં—અડ્ડા ! મહા આશ્ચર્ય છે કે જે ગૃહવાસનાં દુઃખાને જોઇને–અનુભવીને જિનેશ્વરે કહેલી સુખદાયક દીક્ષાને પામ્યા છે તે દુઃખગર્ભિત વૈરાગ્યવંત પુરૂષો શાંતરસની નદીરૂપ સિદ્ધાન્તની પદ્ધ
Aho! Shrutgyanam