________________
૨૮
અધ્યાત્મસાર ભાષાંતર. [ દ્વિતીયટીકાર્યું–હે વીતરાગ ! જે પૂર્વ જન્મમાં દેવ અને મનુષ્યના ઈન્દ્રો એટલે દેવેન્દ્રો અને ચક્રવર્તી વિગેરેની લક્ષ્મી તમે ભેગાવી એટલે વજનાભ ચકી અને સર્વાર્થસિદ્ધિક દેવાદિ ભાવોમાં શ્રીગષભસ્વામીએ તથા નંદન રાજપુત્રના તથા પ્રાણુત દેવાદિકના પૂર્વ ભામાં શ્રી મહાવીરસ્વામીએ ઉપભગવડે આસ્વાદને કરી, તે કાળે પણ છે સ્વામી! તમારી જે વિલાસાત્મક રતિ સાંભળવામાં આવતી હતી, તે પણ વૈરાગ્યયુક્ત જ હતી. તે પછી અહતના ભવમાં વૈરાગ્ય હેય તેમાં તે શું કહેવું? આ કવડે અરિહંતને ગૃહસ્થાવાસમાં ચોથે ગુણસ્થાનકે પણ વૈરાગ્ય કહ્યો છે. ૧૩.
અહીં વિશેષતા બતાવે છે – भवेच्छा यस्य विच्छिन्ना प्रवृत्तिः कर्मभावजा। रतिस्तस्य विरक्तस्य सर्वत्र शुभवेद्यतः॥१४॥
સલાર્થ–જેને ભવની ઈચ્છા વિચ્છેદ પામી છે તેને ભગાદિકમાં જે કાંઈ પ્રવૃત્તિ દેખાય છે તે કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલી છે, તથા તે વૈરાગ્યવંતની જે પ્રીતિ દેખાય છે તે સર્વત્ર શુભવેદનીય કર્મના ઉદયથી જ છે. ૧૪.
ટીકાર્થ–જે મુમુક્ષને ભવેચ્છા એટલે ઉત્તમ જન્મ, ભાગ અને ઋદ્ધિ વિગેરેની પ્રાપ્તિવાળા સંસારની ઈચ્છા એટલે જે હું દેવાદિક થાઉં તે સારું એવી કામના વિચછેદ પામેલી છે એટલે આ ભવમાંથી મારે ક્યારે મેક્ષ થશે? એ પ્રમાણે વિપક્ષની ઈચ્છાવડે નિવૃત્તિ પામી છે, તેવા પુરૂષની જે કાંઈ પ્રવૃત્તિ જોવામાં આવે છે તે એકવીશ પ્રકારના મેહનીય અને બે પ્રકારના વેદનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલી એટલે તે કર્મની કરેલી છે. પરંતુ અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા ભ્રમને લીધે ભેગસુખ જ સારભૂત છે એવી બુદ્ધિ તેમને થતી નથી. અહીં કેઈને શંકા થાય કે ભેગના આરંભમાં ભલે પ્રવૃત્તિ હે પરંતુ તે ભાગ ઉપર તેમનો પ્રેમ કેમ થાય? તે શંકાપર કહે છે કે-તે વૈરાગ્યવંતને જે પ્રીતિ થાય છે તે સર્વત્ર-ભોગ અને ભેગના અંગભૂત રતિનાં સર્વ સ્થાનમાં સાત વેદનીય કર્મના ઉદયથી થાય છે. અર્થાત તે સાત વેદનીય કર્મ હદિકથી જ ભેગવાય છે, તેથી તેમાં આનંદ, પ્રીતિ વિગેરે જોવામાં આવે છે. ૧૪. - અહીં કોઈને શંકા થાય કે-કર્મના વશથી પ્રવૃત્તિ વિગેરે ભલે છે, પણ તેની શુદ્ધિ શી રીતે રહી શકે? તેને ઉત્તર આપે છે –
Aho! Shrutgyanam