________________
અધ્યાત્મસાર ભાષાંતર. [ દ્વિતીયટીકર્થ ધાર્મિકાભાસ એટલે વ્રતાદિક ધર્મને વિષે કુશળ એવા ધાર્મિકની જેવા દેખાતા અર્થાત બહારના આકાર માત્રથી ધાર્મિક અને અંદરથી અધમ એવા જ લજજાએ કરીને એટલે વ્રતનું પાલન કરવામાં સમર્થ ન હોવાથી તથા હઠ અને લેભાદિકને કારણે દીક્ષા ગ્રહણ કરેલી હોવાથી પછી તે વ્રતનો ભંગ થવાથી ઉત્પન્ન થયેલી લજ્જાવડે નમ્ર મુખ રાખીને અઘોદષ્ટિવડે જુએ છે, પણ આ અને શૈદ્રાદિક દુષ્ટ ધ્યાન કરે છે તેથી તેઓ પિતાના આત્માને નરકરૂપી ખાડામાં એટલે દુર્ગતિરૂપ દુર્તવ્ય એવા ખાડામાં નાંખે છે. ૩૦.
હવે ઇંદ્રિના જયનું યોગ્યપણું દેખાડે છે – वञ्चनं करणानां तद्विरक्तः कर्तुमर्हति । सद्भावविनियोगेन सदा स्वान्यविभागवित् ॥ ३१ ॥
મૂલાર્થ–નિરંતર સ્વપરના વિભાગને જાણનાર તથા તે વિષયેથી વિરક્ત થયેલા ભવ્ય પ્રાણીએ રૂડા પરિણામના ઉપગવડે ઇદ્રિનું વંચન કરવું યોગ્ય છે. ૩૧. ' ,
ટીકાઈ–સદા-નિરંતર પિતાના એટલે જીવસ્વરૂપના અને પરના એટલે પુદ્ગલ તથા દેહાદિકના જડ ચેતનપણું વિગેરે વિભાગને-ભેદને જાણનારા તથા તે ઇન્દ્રિયવિષયના ભેગથી વિમુખ થયેલા ભવ્ય પ્રાણીઓએ રૂડા પરિણામના ઉપરવડે એટલે આ કાયે જ મારા આત્માને હિતકારી છે તેથી આજ કાર્યો મારે કરવા લાયક છે, અને તેથી અન્ય સર્વ કાર્ય માટે તજવા લાયક છે એવી નિશ્ચયતાના ઉપ
ગવડે ઇન્દ્રિયની વંચના કરવી–પોતપોતાના વિષયોથી તેમને છેતરવી તેજ ગ્ય છે. ૩૧.
હવે વૈરાગ્યનું અભુતપણું બતાવે છે– - प्रवृत्तेर्वा निवृत्तेर्वा न संकल्पो न च श्रमः।
विकारो हीयतेऽक्षाणामिति वैराग्यमद्भुतम् ॥ ३२ ॥
ભલાઈ–જે વૈરાગ્યમાં પ્રવૃત્તિથી સંકલ્પ નથી અને નિવૃત્તિથી શ્રમ નથી, તથા ઇદ્રિને વિકાર હીન થતું જાય છે તે વૈરાગ્ય અદભુત કહેવાય છે. ૩૨.
ટીકાર્ય–જે વૈરાગ્યને વિષે કામાદિકના હેતુરૂપ વિષયમાં પ્રવૃત્તિ કરવાથી સંકલ્પ વિકલ્પ થતા નથી, અને વિષયો થકી ઇદ્રિનો નિરોધ કરવામાં કલેશ થતો નથી, તથા ઇંદ્રિયોને વિકાર હીન થતા
Aho! Shrutgyanam