________________
પ્રબંધ ]
વૈરાગ્યના ભેદ. મલાઈ અને જ્ઞાનીઓને પિતાની જાતેજ નિવૃત્તિ પામેલા, ઉદીરણું નહીં કરેલા, નિરોધ નહીં કરેલા અને તૃપ્ત થયેલા એવા તે ઇદ્વિવડે જે વૈરાગ્ય થાય છે તે સાંકડી શેરીરૂપ માર્ગ છે એમ માનેલું છે. ૨૮.
ટીકાર્થ-જ્ઞાનવાન અને સદ્વિવેકવાન એવા સમદષ્ટિઓને જે સ્વયંસ્વભાવે કરીને નિવર્તમાન થયેલા અર્થાત્ પોતપોતાના વિષય તરફ નહીં દેડતા એવા, વિષય પ્રત્યે જવાને ઉદીરણ નહીં કરેલા એવા, રોધ પણ નહીં કરે એવા અને પૂર્ણભિલાષ થવાથી તૃપ્ત થયેલાઅનાતુર એવા એટલે સ્વાભાવિક પ્રવૃત્તિવાળા તે ઇદ્રિવડે જે વૈરાગ્ય થાય છે તે વૈરાગ્યને માર્ગ કેડી જે અથવા સાંકડી શેરી જેવો જાણુ. તેને પૂર્વાચાર્યોએ પ્રાણવિશેષને અપેક્ષીને જ માર્ગ તરીકે કહે છે, બાકી જાહેર રાજમાર્ગ તે નથી. ૨૮.
એ જ વાત પ્રતિપક્ષ જણાવવાવડે સ્પષ્ટ કરે છે– बलेन प्रेर्यमाणानि करणानि वनेभवत् । न जातु वशतां यान्ति प्रत्युतानर्थवृद्धये ॥ २९॥
મૂલાર્થ–બળવડે પ્રેરણા કરાતા ઇંદ્રિય વનના હસ્તીની જેમ કદાપિ વશપણુને પામતા નથી, પણ ઉલટા અનર્થની વૃદ્ધિને માટે થાય છે. ૨૯.
ટીકર્થ–યુવાવસ્થાદિકથી ઉત્પન્ન થયેલા વિકારવડે પ્રાપ્ત થયેલા ભેગને, અભિમાનરૂપ બળવડે પ્રેરણા કરાતાં–બળના અભિયોગે કરીને ત્રતાદિકમાં નિયોગ કરાતાં મનુષ્યના ઇંદ્રિય કદાપિ વનના હાથીની જેમ વશપણુને પામતા નથી. પરંતુ ઉલટા અનર્થની વૃદ્ધિ માટે થાય છે; એટલે પિતાની ઈષ્ટ ધારણુથી બીજે પ્રકારે પ્રવર્તાવતાં રેગ, આર્તધ્યાન અને રૌદ્રધ્યાનાદિક અનર્થોની પરંપરામાટે થાય છે. સ્વાભાવિકપણે પ્રવર્તેલા ઇદ્રિય તેવા પ્રકારના થતા નથી. ૨૯
હવે તેનું ફળ કહે છે– पश्यन्ति लजया नीचैर्दुानं च प्रयुञ्जते ।
आत्मानं धार्मिकाभासाः क्षिपन्ति नरकावटे ॥३०॥ મૂલાર્થધામકની જેવા દેખાતા અને લજજાવડે નીચું જુએ છે પણ દુષ્ટ ધ્યાન કરે છે, તેથી તેઓ પોતાના આત્માને નરકરૂપી કૂવામાં નાખે છે. ૩૦.
Aho ! Shrutgyanam