________________
અધ્યાત્મસાર ભાષાંતર. કરે એટલે તેમની સાથે રહે, તે પણ તે પરજન–પારકો માણસ થતું નથી. એ જ પ્રમાણે વૈરાગ્યવાન પુરૂષ ભેગને ભેગવતાં છતાં પણ ધર્મને વિષે અત્યંત આગ્રહવાળે હેવાથી પાપકર્મને બંધક થતે . નથી. અને મહવાન પ્રાણુ તે ગુણને વિષે વસતાં છતાં પણ ભેગ ઉપર આગ્રહી હોવાથી પુણ્ય કર્મને બંધક થતું નથી. ૨૫. પુણ્યફળના ઉપભેગને વિષે વૈરાગ્ય દેખાડે છે
अत एव महापुण्यविपाकोपहितश्रियाम् । गीदारभ्य वैराग्यं नोत्तमानां विहन्यते ॥ २६ ॥
મલાર્થ—એ જ કારણ માટે જેમને મહાપુણ્યના વિપાકે કરીને લક્ષ્મી પ્રાપ્ત થઈ છે એવા ઉત્તમ પુરૂષોને ગર્ભથીજ આરંભીને વૈરાગ્ય હણાતો નથી. ૨૬.
ટીકાર્ચ–એજ કારણ માટે પૂર્વે કહેલા હેતુવકે મહાપુણ્યનાસારા આચરણથી સંચિત કરેલા શુભકમના વિપાકવડે સ્થિતિના પાકથી પ્રાપ્ત થયેલા ફળના ઉદયવડે જેમના કરતલમાં લક્ષ્મી પ્રાપ્ત થઈ છે એવા તીર્થંકર તથા ચક્રવર્તી વિગેરે ઉત્તમ પુરૂષને ગર્ભથી આરંભીનેગર્ભમાં અવતાર થયે તે દિવસથી આરંભીને કેવલજ્ઞાનની ઉત્પત્તિપર્યંત વૈરાગ્ય-આસક્તિના ત્યાગરૂપ વિરક્તપણું હણાતું નથી-વૈરાગ્યમય ચિત્તની વિઘટના થતી નથી. ૨૬.
તેમાં બે લેકવડે યુક્ત પક્ષ કહે છેविषयेभ्यः प्रशान्तानामश्रान्तं विमुखीकृतैः ।
करणैश्चारुवैराग्यमेष राजपथः किल ॥ २७ ॥
મૂલાર્થ—અત્યંત શાંત થયેલા ભવ્યોને વિષયે થકી પરા-મુખ કરેલા ઇન્દ્રિવિડે જે સુંદર વૈરાગ્ય નિરંતર ઉપજે છે તે જ રેજમાર્ગ છે. ૨૭.
ટીકાથે અત્યંત શાંત થયેલા એટલે કષાયના ઉદયનો નિષેધ કરવાથી ઉપશમ ભાવને પામેલા ભવ્યને પાંચ વિષયો અને રાગાદિક થકી જરા મુખ કરેલા-નિવૃત્ત થયેલા એવા ઇદ્રિવડે વિશ્રાંતિરહિતપણે–નિરંતરે જે મનહર-દૂષણરહિત વૈરાગ્ય થાય છે તે જ રાજભાર્ગ-ઉપદ્રવ રહિત પ્રસિદ્ધ માર્ગ છે. ૨.
स्वयं निवर्तमानैस्तैरनुदीक्रयंत्रितैः। ढानवतां तत्स्यादसावेकपदी मता ॥ २४ ॥
Aho! Shrutgyanam