________________
પ્રબંધ.]
: વૈરાગ્યના ભેદ. નાર બાર કષાય અને નવ નોષાયરૂપ મેહનો પ્રભાવ વર્તે છે. કેમકે આ ચોથા ગુણસ્થાનકને વિષે અન્યના એટલે પ્રકૃતિની અપેક્ષાએ નિવૃત્તિના જ્ઞાનરૂપ હેતુનેગ-રસંબંધ છતાં પણ અર્થાત ભવની નિર્ગુણતાના દર્શનારૂપ હેતુ છતાં પણ ફળને એટલે જ્ઞાનના કાર્યરૂપ ભેગાદિકની નિવૃત્તિને અગ–અપ્રાપ્તિ દેખાય છે. તે તું ચારિત્રમેહને મહિમા જાણ અર્થાત ચારિત્રમોહના ઉદયથી જ ત્યાં (ચોથે ગુણસ્થાને) ભેગની પ્રવૃત્તિ છે, એટલે ત્યાં સંપૂર્ણ વૈરાગ્ય હેતું નથી. ૧૧. - આ પ્રમાણે ભવની નિર્ગુણતાનું દર્શન તથા ભેગની પ્રવૃત્તિ છતાં પણ ત્યાં (ચોથે ગુણસ્થાને) કદાચિત વૈરાગ્ય હેય પણ છે. તે કહે છે.
दशाविशेषे तत्रापि न चेदं नास्ति सर्वथा। स्वव्यापारहतासंगं तथा च स्तवभाषितम् ॥ १२॥
મૂલાર્થ–તે ચોથા ગુણસ્થાનકને વિષે વૈરાગ્ય સર્વથા નથી એમ નહીં. પરંતુ ત્યાં પણ દશાનો વિશેષ છતે પિતાના વ્યાપારે જેમાં આસક્તિનું હરણ કરેલું છે એ વૈરાગ્ય વર્તે છે. તે જ પ્રકારે શ્રીવીતરાગ સ્તવમાં પણ કહ્યું છે. ૧૨.
ટીકાર્ચ–હે વત્સ! તે ચોથા ગુણસ્થાનકને વિષે પણ આ વૈરાગ્ય સર્વથા-મૂળથી જ નથી એમ નહીં. કિંતુ ત્યાં પણ દશાવિશેષ એટલે કર્મહાનિથી ઉત્પન્ન થયેલી આત્માને યોગ્ય બોધની અવસ્થારૂપ દશાને વિશેષ એટલે પિતાપિતાના આવરણની હાનિની અપેક્ષાએ બોધનું તરતમપણું છે તે વિષયાદિક ભવના હેતુઓની ત્યાજ્યતાની શ્રદ્ધાવડે તથા જ્ઞાનાદિક સ્વરૂપવાળા વ્યાપારવડે એટલે ચૈિત્ય વંદનાદિક ક્રિયાવડે હરણ કરેલો એટલે ન્યૂનતા પમાડ્યો છે આસંગ એટલે આસક્તિરૂપ પરિચય તથા અભિલાષની તીવ્રતા જેમાં એ વૈરાગ્ય છે. આ જ પ્રકારે સ્તવમાં એટલે વીતરાગ સ્તવમાં શ્રી હેમચંદ્ર સૂરિએ કહેલું છે. ૧૨.
સ્તવમાં જે કહ્યું છે તે કહે છે – यदा मरुन्नरेन्द्रश्रीस्त्वया नाथोपभुज्यते । यत्र तत्र रतिर्नाम विरक्तत्वं तदापि ते ॥ १३ ॥
મલાર્થ હે નાથ! જે જન્મમાં તમે દેવેન્દ્ર અને નરેન્દ્રની લક્ષ્મી જોગવી હતી, તે વખતે પણ જે કઈ સ્થળે તમારે રતિ (પ્રીતિ) હતી, તે પણ તમારું વૈરાગ્યપણું જ હતું. ૧૩.
Aho ! Shrutgyanam