________________
પ્રબંધ.]
વૈરાગ્યના ભેદ. ભેગલંપટ પ્રાણી પણ વૈરાગ્યની પ્રાપ્તિના ઉપાયને જાણયા વિના સંસારથી મુક્ત થતો નથી. ૬.
હવે વિષયમાં આસક્ત થયેલા ચિત્તમાં વૈરાગ્યની સ્થિતિ જ થતી નથી (વૈરાગ્ય ટકી જ શકતો નથી), તે કહે છે
न चित्ते विषयासक्ते वैराग्यं स्थातुमप्यलम् । अयोधन इवोत्तप्ते निपतन् बिन्दुरंभसः ॥७॥ મૂલાર્થ–તપાવેલા લોઢાના ઘણ ઉપર પડેલા જળના બિંદુની જેમ વિષયવડે આસક્ત થયેલા ચિત્તમાં વૈરાગ્ય રહેવાને પણ સમર્થ નથી૭.
ટીકાર્થ–પૂર્વોક્ત વિષયમાં અત્યંત આસક્ત થયેલા ચિત્તમાં વૈરાગ્ય રહેવાને એટલે એક મુહર્તાદિક સમય સુધી પણ સ્થિર થવાને સમર્થ નથી, તો ચિરકાળ સુધી વૈરાગ્યની સ્થિતિ તે ક્યાંથી જ રહે? કેની જેમ? તે કહે છે–અત્યંત અગ્નિથી તપાવેલા લેઢાના ઘણું ઉપર પડેલા જળના બિંની જેમ, એટલે જેમ તપાવેલા લોઢાના ઘણુ ઉપર પડેલું જળબિંદુ કાળના વિલંબ વિના (તરત જ ) સૂકાઈ જાય છે, તેમ વૈરાગ્ય ઉત્પન્ન કરનાર વચને પણ વિષયાસક્ત ચિત્તમાં રહી (ટકી) શકતાં નથી. ૭.
ફરીથી પણ વિષયાસક્ત ચિત્તમાં વૈરાગ્યને અસંભવ બતાવે છે – यदीन्दुः स्यात् कुहूरात्रौ फलं यद्यवकेशिनि । तदा विषयसंसर्गिचित्ते वैराग्यसंक्रमः॥८॥
મલાર્થ–જે અમાવાસ્યાની રાત્રીએ ચંદ્રને ઉદય થાય, અને જે અવકેશિ (વંધ્ય) વૃક્ષને ફળ આવે, તે વિષયના સંસર્ગવાળા ચિત્તમાં વૈરાગ્યને પ્રવેશ થાય. ૮.
કાળું–જેમને વિષને એટલે કામગને સંસર્ગ–પરિચય હોય તેવા પુરૂષના ચિત્તમાં વૈરાગ્ય વાસનાને અવતાર–પ્રવેશ ત્યારે થઈ શકે કે જ્યારે અસંભવ છતાં કઈક કાળે કદાચ અમાવાસ્યાની ત્રીએ ચંદ્રદય થાય, અને જે કદાચ વિંધ્ય વૃક્ષને ફળને સંગ થાય. આ અસંભવિતને સંભવ થાય તે વિષયના પરિચયવાળા ચિત્તમાં વૈરાગ્ય પણ સંભવે. અર્થાત્ ન સંભવે. ૮. •
ત્યારે વૈરાગ્યની પ્રાપ્તિ શી રીતે થાય? તે ઉપર કહે છે – भवहेतुषु तद्वेषाद्विषयेष्वप्रवृत्तितः। वैराग्यं स्यान्निराबाधं भवनैर्गुण्यदर्शनात् ॥९॥
Aho ! Shrutgyanam.