________________
અધ્યાત્મસાર ભાષાંતર.
[ દ્વિતીય
મૂલાર્જ-ભત્રના કારણેાપર દ્વેષ થવાથી, વિષયામાં અપ્રવૃત્તિ થવાથી અને ભવની નિર્ગુણતા લેવાથી માધારહિત વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. ૯. ટીકાર્ય—તે વૈરાગ્ય થવાને જન્માદિક ભવના હેતુ એટલે તેની ઉત્પત્તિના કારણરૂપ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ તેને વિષે અરૂચિ (દ્વેષ ) થવાથી તથા કામભોગને વિષે અપ્રવૃત્તિ થવાથી (કામસેવન અંધ થવાથી ) તથા ભવનું નિર્ગુણપણું એટલે નિર્ગુણપણાવડે અસુખ કરવાપણું ોવાથી-જ્ઞાનચક્ષુવડે જાણવાથી, આ ત્રણ પ્રકારના હેતુસમૂહથી વ્યાઘાતરહિત એવું વિરક્તપણું પ્રાપ્ત થાય છે. ૯.
તે સાંભળીને શિષ્ય કહે છે.
કુદ
चतुर्थेऽपि गुणस्थाने नन्वेवं तत्प्रसज्यते । युक्तं खलु प्रमातॄणां भवनैर्गुण्यदर्शनम् ॥ १० ॥ મૃલાથે—અહીં શિષ્ય શંકા કરે છે કે—તે એમ છે તે ચેાથે ગુણસ્થાનકે પણ તે વૈરાગ્યની પ્રાપ્તિ થશે. કેમકે પ્રમાણ જાણનારાઆને સંસારની નિર્ગુણુતાનું દર્શન યોગ્ય છે-થઈ શકે છે. ૧૦.
ટીકાર્ય—શિષ્ય શંકા કરે છે કે હે પૂજ્ય! જે એમ છે એટલે ભવની નિર્ગુણુતાથી વૈરાગ્યનું પ્રતિપાદન થાય છે તે ભાગની પ્રવૃત્તિવાળા અવિરતિસમ્યદૃષ્ટિ નામના ચોથા ગુણસ્થાનકને વિષે પણ તે વૈરાગ્યની પ્રાપ્તિ થશે. કેમકે પ્રમાતૃ એટલે યથાસ્થિતપણે ઈયત્તાના નિશ્ચયવડે વસ્તુસ્વરૂપને જાણનારા જ્ઞાનીઓને સંસારની નિર્ગુણુતાનું દર્શન ચોગ્ય-ઘટિત છે. તેથી કરીને ચાથા ગુણસ્થાની જીવેાનું પ્રમાતૃપણું હાવાથી ભવની નિર્ગુણુતાનું દર્શન તેને હોય છે, માટે ત્યાં ( ચાથે ગુણુસ્થાને ) પણ વૈરાગ્યના સંભવ પ્રાપ્ત થશે. ૧૦. પૂર્વોક્ત શંકાનું સમાધાન કરે છે.—
सत्यं चारित्रमोहस्य महिमा कोऽप्ययं खलु । यदन्यहेतुयोगेऽपि फलायोगोऽत्र दृश्यते ॥ ११ ॥ સૂલાથે—ખરી વાત છે. પરંતુ ચારિત્રમેાહનીય કર્મના કાઈ એવા મહિમા છે કે ચેાથે ગુણસ્થાને અન્ય હેતુને ચાગ છતાં પણ ફળના અયેાગ ( અભાવ) દેખાય છે. ૧૧.
ટીકાર્ય—હે વત્સ ! તારૂં કહેવું સત્ય છે. તેં કહેલા હેતુ પ્રમાણે ચેાથે ગુણસ્થાને પણ વૈરાગ્ય સંભવે છે, પરંતુ ત્યાં જે જીવા ભાગમાં પ્રવૃત્ત થયેલા છે, તેમનામાં આગળ કહેવામાં આવશે એવા કોઈ અપૂર્વ-વિલક્ષણ ચારિત્રમેહના એટલે ચારિત્રની પ્રાપ્તિના પ્રતિબંધ કર
Aho! Shrutgyanam