________________
( ૬૧ ) આનંદનું મૂળ કારણ કહે છે તથા ત્રણ ભુવનમાં વર્તતા પ્રાણુઓને અભયદાન આપનારું કહે છે. તે સ્થાનનું શું ફળ? તે કહે છે. જે ભવસ્પરૂપનું ધ્યાન મનમાં સ્થિર થવાથી–નિશ્ચળ થવાથી ચંદ્રનાં કિરણો અને કર્પરના જેવી યશશ્રી-નિર્મળ કીર્તિ અર્થાત મેક્ષ લક્ષ્મી તે સર્વજ્ઞ અહતના સિદ્ધાન્ત તની-જીવાદિક નવ પદાર્થ પ્રતિપાદક વાકની સ્થિતિને એટલે સ્યાદ્વાદની શૈલીવડે પદાર્થના સ્વરૂપને જાણનારા એવા પુરૂષને વૃદ્ધિ પામે છે (પ્રાપ્ત થાય છે). આ લેકમાં “રા” શબ્દ મૂકે છે તેથી કર્તાએ થશેવિજય એવું પિતાનું નામ સૂચવ્યું છે એમ જાણવું. ૧૦૨.
क्वार्थगंभीरवाणीयं सुमन्दधीरहं व च।
गुरुप्रसादतः सद्यः प्रबन्धः प्रथमोऽजनि ॥१॥
અર્થની ગંભીરતાવાળી આ વાણું ક્યાં? અને અત્યંત મન્દબુદ્ધિવાળો હું કયાં ? તે પણ ગુરૂની કૃપાથી આ પહેલો પ્રબંધ તત્કાળ પૂર્ણ થયેલ છે. ૧.
॥ इत्यध्यात्मसारे शब्दभावोक्तिटीकायां प्रथमः प्रबन्धः॥
કે
૧ આ શ્લોકમાં ટીકાકાર પન્યાસજી ગંભીરવિજયજી ગણુએ “મીર’ શબ્દવડે પિતાનું નામ સૂચવ્યું છે.
Aho! Shrutgyanam