________________
( ૫૩ ) સ્ત્રી પુત્રાદિક બાહ્ય કુટુંબમાં મોહ પામેલા મનુષ્યોને આત્યંતર કુટુંબનું દર્શન પણ થતું નથી એમ વિચારવું, તે કહે છે
प्रिया प्रेक्षा पुत्रो विनय इह पुत्री गुणरति- .. विवेकाख्यस्तातः परिणतिरनिन्द्या च जननी । विशुद्धस्य स्वस्य स्फुरति हि कुटुंबं स्फुटमिदं
भवे तन्नो दृष्टं तदपि बत संयोगसुखधीः ॥ ९२ ॥ મૂલાર્થ–આ આત્યંતર કુટુંબમાં પ્રેક્ષારૂપી પ્રિયા, વિનયરૂપી પુત્ર, ગુણરતિ નામની પુત્રી, વિવેક નામને પિતા અને શુદ્ધ પરિસુતિ નામની માતા છે. આ પ્રમાણે વિશુદ્ધ એવા આત્માનું કુટુંબ ફુટ રીતે ભાસે છે. તે કુટુંબ આ અનાદિ સંસારમાં ભમતા પ્રાણુએ જોયું જ નથી. પણ સ્ત્રીપુત્રાદિકના સંયોગસુખની બુદ્ધિ (ઈચ્છા) પ્રાણુઓને રહેલી છે, એ ખેદકારક છે. દર.
ટીકાર્થ–હે પ્રાણ ! વિશુદ્ધ-પાપકર્મરૂપ મળરહિત આત્માનું આ આગળ દેખાડવામાં આવશે તે કુટુંબ કે જે ખરું છે તે કુટુંબને અનાદિ સંસારમાં તે જોયું નથી. તોપણુ ખેદની વાત છે કે-એવું આત્યંતર કુટુંબ છતાં તેની સાથે નહીં મળતાં પ્રાણુઓને સ્ત્રીપુત્રાદિકના બાહ્ય સંબંધને વિષે સુખબુદ્ધિ ઉત્પન્ન થાય છે. તે આત્યંતર કુટુંબ આ પ્રમાણે છે-આત્યંતર કુટુંબને વિષે પ્રેક્ષા-તત્ત્વાતત્ત્વને વિચાર કરનારી બુદ્ધિરૂપ પ્રાણપ્રિયા છે, કેમકે તે દુઃખનો વિનાશ કરનારી છે. તથા વિનય-નમ્રતારૂપી પુત્ર છે, કારણ કે તે જ્ઞાનાદિક સંપત્તિને વૃદ્ધિકારક છે. તથા સમ્યકત્વાદિક ગુણને વિષે જે પ્રીતિ તેરૂપી પુત્રી છે, કેમકે તે પરમાનંદના ઉત્સવને હેતુ છે. તથા વિવેક-કૃત્યાકૃત્યાદિકની પરીક્ષાના જે વિચાર તેજ વિવેક નામને પિતા છે, કેમકે તે આપત્તિમાંથી રક્ષણ કરે છે. તથા અનિંદ્ય-સર્વને હિતકારી હોવાથી પ્રશંસાને
ગ્ય એવી શુભ પરિણતિ નામની માતા છે, કારણ કે તે પરિપાલન કરવામાં શક્તિમાન છે. આવું આશ્વેતર કુટુંબ બાહ્ય સંગમાં સુખની બુદ્ધિવાળાને અદશ્ય જ છે. ૯૨.
આ સંસારમાં સર્વત્ર દુઃખ જ છે એમ વિચારવું, તે કહે છેपुरा प्रेमारंभे तदनु तदविच्छेदघटने तदुच्छेदे दुःखान्यथ कठिनचेता विषहते । विपाकादापाकाहितकलशवत्तापबहुलात् जनो यस्मिन्नस्मिन् कचिदपि सुखं हन्त न भवे ॥१३॥
Aho ! Shrutgyanam