________________
રૂપી અગ્નિમાં રતિ-ભાગની અભિલાષારૂપ સંતાપવડે-ઉણુતાવડે તરલ-ચપળ અથવા વિસ્તીર્ણ એવી પ્રિયા-ચીરૂપી જ્વાળા-ઉન્નત અગ્નિશિખા રહેલી છે. સ્ત્રીઓ ઘણું વિકારને ઉત્પન્ન કરનાર હોવાથી જ્વાળા જેવી કહી છે. તે સ્ત્રીરૂપ વાળા કુવલયના-શ્યામ કમળના પણ જેવી શ્યામ કાંતિવાળા કટાક્ષરૂપી–સ્ત્રીઓનાં કુટિલ નેત્રના પ્રાંતભાગરૂપી ધૂમાડાના સમૂહને-મેટાને મૂકે છે. અથૉત્ તેવા ધૂમાડાવડે પ્રાણીને અંધ કરે છે. સ્ત્રીઓના સૌન્દર્યથી મેહ પામેલા મનુષ્ય અંધ જ બની જાય છે, તેથી તેના કટાક્ષને ધૂમની ઉપમા આપી છે. તથા જેમણે ઘણા વિકારે ઉત્પન્ન કર્યા છે, એવા ઈષ્ટ અને અનિષ્ટ શબ્દો દિક વિષયોરૂપી અંગારા શ્રોતાદિક ઇંદ્રિના સમૂહરૂપ અંગોને-અવયાને બાળે છે ભસ્મસાત કરે છે. માટે સંસાર પ્રત્યક્ષ અગ્નિરૂપ છે. ૭૮
સંસાર એ હિંસાનું સ્થાન (કસાઈખાનું જ છે, તે કહે છે गले दत्वा पाशं तनयवनितास्नेहघटितं निपीड्यन्ते यत्र प्रकृतिकृपणाः प्राणिपशवः । नितान्तं दुःखार्ता विषमविषयैर्घातकभटैर्भवः सूनास्थानं तदहह महासाध्वसकरम् ॥ ७९ ॥
મૂલાર્થ અહે! મહા ખેદની વાત છે કે આ સંસાર મહા ભયંકર, સૂના સ્થાન (હિંસાનું સ્થાન) છે. કેમકે તેમાં સ્ત્રીપુત્રાદિકના એહથી રચેલા પાશને ગળામાં બાંધીને અત્યંત દુઃખાર્ત અને સ્વભાવથી જ કૃપણુ (દીન) એવા પ્રાણુરૂપી પશુઓ શબ્દાદિક વિષમ વિષરૂપી ઘાત કરનારા સુભટવડે પીડા પામે છે. ૭૮.
ટીકાળું--હે જીવ! મહા અઘટિત-અયોગ્ય એટલે ખેદકારક એ છે કે આ સંસાર મહાભયંકર હિંસાનું સ્થાન છે. કેમકે જે 'સૂના સ્થાનને વિષે સ્ત્રી અને પુત્રપરના એહ–રાગરૂપી તંતુઓવડે રચેલા પાશને–મજબૂત દેરીને ગળામાં નાખીને-બાંધીને પ્રકૃતિથી જ કૃપણ એટલે અસાર પદાથે ઉપર પણ અત્યંત મેહ બાંધેલ હોવાથી તુચ્છ અથવા દીન એવા પ્રાણી (જીવ)રૂપી પશુઓ–બકરાં વિગેરે તુચ્છ જંતુઓ નાના પ્રકારની વ્યથાથી પીડા પામ્યા છતાં વિષમ-અતિ ભયંકર દુઃખરૂપ ફળને આપનારા પૂર્વોક્ત શબ્દાદિક વિષરૂપી ઘાત કરનારા સુભટવડે પીડાય છે અનેક જન્મમરણોથી કષ્ટ પામે છે. ૭૯,
૧ પશુઓનું કતલખાનું.
Aho ! Shrutgyanam