________________
( ૯ )
જેમ અધ્યાત્મને વિષે જેમનું ચિત્ત આસક્ત છે, એવા પુરૂષને અપ પણ દંભ ઉચિત નથી. ૭૪.
ટીકાથે—જેમનું મન અધ્યાત્મને વિષે આસકત છે, તેને થાડા પણ દંભ ( કપટ ) કરવા ચોગ્ય નથી. તેમાં દષ્ટાંત કહે છે-સમુદ્રનું ઉલ્લંઘન કરીને જનારા લોકોને વહાણુનું અપ પણ છિદ્ર જેમ યાગ્ય નથી તેમ. એટલે કે જેમ સમુદ્રને ઉતરતા લોકોને જરા પણ છિદ્રવાળું વહાણુ ડુખાવવાનું કારણ થાય છે, તેમ અધ્યાત્મને વિષે કરેલા થોડો પણ દંભ આત્મસ્વરૂપની મલીનતા ઉત્પન્ન કરીને ભવસાગરમાં ડુમાવે છે. ૭૪.
दंभलेशोऽपि मल्यादेः स्त्रीत्वानर्थनिबन्धनम् । अतस्तत्परिहाराय यतितव्यं महात्मना ॥ ७५ ॥ મૂલાથે—તંભના લેશ પણ મઠ્ઠીનાથ સ્વામી વિગેરેને સ્રીભવરૂપ અનર્થનું કારણુ થયા છે, માટે મહાત્મા પુરૂષે તેના ત્યાગ કરવા યત્ન કરવા. ૭૫.
ટીકાથે—દંભના-શવૃત્તિના અંશમાત્ર પણ મહીનાથ સ્વામીના પૂર્વભવને જીવ કે જે મહાબલ નામે રાજા હતા તેમને તથા આદિ શબ્દે કરીને પીઠ, મહાપીઠ વિંગેરેને પરાધીનપણે સ્રગેાત્ર બંધનરૂપ અનર્થનું-અનિશ્ચિંતનું કારણુ થયા હતા. તેથીકરીને-આ દેખાડેલા હાનીના કારણથી મહાત્માએ-શિષ્ટપુરૂષે એટલે ધર્મના ફળને ઇચ્છતા પુરૂષે તે દંભના ત્યાગને માટે ઉદ્યમ કરવા. કહ્યું છે કે પીડવડે સૂર્યનું સેવન કરવું, જઠરવડે અગ્નિનું સેવન કરવું, સર્વ ભાવવડે સ્વામીનું સેવન કરવું અને કપટરહિતપણે પરલેાકનું સેવન કરવું.” તથા— ગુરૂએ આપેલા શેષ અન્નનું ભાજન કરવું તેજ ભાજન જાણવું, જે પાપ ન કરે તેજ જ્ઞાન ( પંડિતાઈ ) જાણવું, જે પરાક્ષમાં પણ કાર્ય કરે તેજ મિત્ર જાણવા, અને જે દંભરહિત કરાય તે જ ધર્મ જાણવા” પૂ. ॥ કૃતિ તૈમત્યાનાષિજારઃ || ૬ ||
અધિકાર ૪ થા.
ભવસ્વરૂપની ચિંતા,
પૂર્વ અધિકારમાં અધ્યાત્મની જન્મભૂામ જેવી દંભત્યાગરૂપી શુદ્ધિ કહી. તે શુદ્ધિ થવાથી ભવસ્વરૂપના યથાર્થ ભાસ થાય છે, માટે આ ચોથા અધિકારમાં ભવસ્વરૂપનું ચિંતવન બતાવે છે.-~~
Aho! Shrutgyanam