________________
નાના ભયથી મુનિના વેષને ત્યાગ કરવા સમર્થ ન હોય, તે તે મુનિએ દંભરહિત, તથા વિશેષ સંયમવાળા સાધુઓના સેવક થઈને સંવિના મેક્ષમાર્ગમાં ઉઘત વિહારવાળાના પક્ષી થવું એટલે તેના ગુણને ધર્મના પ્રરૂપક થવું. અર્થાત જે મુનિ લજજાને લીધે અથવા શાસનની હીલનાના ભયને લીધે મુનિવેષને ત્યાગ કરવા અસમર્થ હોય, તેણે સુસાધુઓ પાસે પિતાનું વૃત્તાંત દંભરહિત નિવેદન કરીને સાધુસેવામાં તત્પર થઈ સંવિસપાક્ષિક થવું. આમ કરવાથી સર્વને વેષને ત્યાગ પ્રાપ્ત થશે નહીં. ૬૬.
પૂર્વે કહેલા સંવિાપાક્ષિકને જે ગુણલાભ થાય છે તે કહે છે– निर्दभस्यावसन्नस्याप्यस्य शुद्धार्थभाषिणः। . નિરાં થતા ર ક્ષત્તિ ગુજરાત ૨૭ છે .
મૂલાર્થ–મંદક્રિયાવાન છતાં પણ નિદંભ, શુદ્ધ અર્થને કહેનાર તથા ગુણેના રાગી એવા મુનિની થોડી પણ યતના નિર્જરાને આપે છે. ૬૭. 1 ટીકાર્ય–નિર્દભ-માયા પ્રપંચરહિત જે કદાચ અવસન્ન-ક્રિયાને વિષે મંદ ઉદ્યમાન હેય તે પણ તે પૂર્વે કહેલા ગુણરાગી સંવિપાક્ષિકને યથાર્થ મુનિના ગુણોનું વર્ણન કરવાથી થોડી પણ યતનાપણું વ્રતપાલનનો પ્રયત નિર્જરાને એટલે કર્મહાનીને આપે છે-કરે છે. અર્થાત તે દંભરહિત હેવાથી ડીપણ કર્મની નિર્જરાને પામે છે. ૬૭. તેથી વ્યતિરેકમાં (ઉલટું કરવામાં) દેવ કહે છેव्रतभारासहत्वं ये विदन्तोऽप्यात्मनः स्फुटम् । दंभाधतित्वमाख्यान्ति तेषां नामापि पाप्मने ॥ ६ ॥
મૂલાર્થ–જેઓ પ્રગટપણે જ પોતાનું વ્રત પાલનમાં અસામર્શ જાણતાં છતાં પણ દંભથી પિતાનું મુનિપણું કહે છે, તેમનું નામ લેવું તે પણ પાપને માટે છે. ૬૮.
ટીકાથે—પાંચ મહાવ્રતનું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અનુસારે અતિચારરહિત પાલન કરવામાં પોતાના અસમર્થપણને જે કંઈ શઠ પુરૂષ પ્રગટપણે જાણતાં છતાં પણ દંભથી-માયાને આશ્રય કરીને પિતાનું મનિપણું કહે છે એટલે “અમે સાધુઓ જ છીએ એમ કહે છે, તે ભ્રષ્ટ ચારિત્રીઓનું-દંભીઓનું નામ પણ તેમના નામને ઉરચાર પણુ પાપને માટે થાય છે. તે પછી તેમને વંદના, સ્તુતિ કે સેવા કરવાથી પાપ થાય તેમાં શું કહેવું? ૬૮.
Aho! Shrutgyanam