________________
( ૩૧ ) કરતું નથી તેપણ પિતાના જ દોષથી હણાયે છતે સર્ષની જેમ અવિશ્વાસ્ય (વિશ્વાસને અયોગ્ય) થાય છે.” ૫૪.
दंभो ज्ञानाद्रिदंभोलिर्दभः कामानले हविः। व्यसनानां सुहृदंभो दंभश्चौरो व्रतश्रियः ॥ ५५॥
મૂલાઈ–દંભ એ જ્ઞાનરૂપી પર્વતને વજરૂપ છે, દંભ એ કામદેવરૂપી અગ્નિને વિષે હવિ (ઘી)રૂપ છે, દંભ એ દુઃખને મિત્ર છે, અને દંભ એ વ્રતરૂપી લક્ષ્મીને ચોર છે. પપ.
ટીકાર્થ–દંભ–માયાવીપણું એ જ્ઞાનરૂપી પર્વતનો વિનાશ કરવામાં વરૂપ છે. જ્ઞાનવાળો માણસ અતિ દૂર રહેલી વસ્તુને પણ જોઈ શકે છે તેથી જ્ઞાનને પર્વતની ઉપમા યોગ્ય છે, અને દંભ જ્ઞાનના ઉદયને નિવારક હોવાથી તેને વજની ઉપમા આપી છે. તથા દંભ એ કામદેવરૂપી અગ્નિને વધારવામાં વૃતસમાન છે. કામદેવ મહા સંતાપકારક હેવાથી અગ્નિરૂપ છે, અને તેને વૃદ્ધિ પમાડનાર હોવાથી દંભને ધૃતરૂપ કહ્યો છે. તથા દંભ એ સર્વ કષ્ટોને આશ્રય આપનાર હોવાથી તેમના મિત્ર સમાન છે. દંભ સર્વ કષ્ટની ઉત્પત્તિનું કારણ હોવાથી તેના મિત્રરૂપ છે. તથા દંભ મહાવ્રતાદિરૂ૫ લક્ષ્મીને ચેર છે. વ્રતની શોભાને હરણ કરવામાં સમર્થ હોવાથી દંભને ચેરની ઉપમા આપી છે. આ લેકમાં પણ વારંવાર દંભનું ગ્રહણ કર્યું છે તેનું કારણ પૂર્વની જેમ સમજવું. ૫૫.
दंभेन व्रतमास्थाय यो वाञ्छति परं पदम् । लोहनावं समारुह्य सोऽब्धेः पारं यियासति ॥५६॥
ભલાર્થ જે માણસ દંભવડે દીક્ષા ગ્રહણ કરીને પરમ પદ(મોક્ષ)ની વાંછા કરે છે, તે લોઢાના વહાણુમાં બેસીને સમુદ્રને પાર પામવા ઈચ્છે છે. પ૬. * ટીકાર્થ-દંભવડે એટલે પોતાના કેઈપણ પ્રકારના દેશનું આચ્છાદન કરવાના સ્વભાવવાળા દંભવડે ઉદર પોષણાદિકને માટે દીક્ષાને સ્વીકાર કરીને જે કંઈ માણસ મેક્ષપદની વાંછા–મેક્ષપદ પામવાની ઈચ્છા કરે છે, તે મૂર્ખ લોઢાના વહાણમાં બેસીને સમુદ્રના સામે કાંઠે જવાની ઈચ્છા કરે છે. અર્થાત જેમ લોઢાના નાવમાં આરૂઢ થયેલાને સમુદ્રના તીરની પ્રાપ્તિને અસંભવ છે, તેમ દંભવડે વ્રત ગ્રહણ કરવાથી પણ ભવસાગરના પારની પ્રાપ્તિને અસંભવ છે. ૫૬.
'
'
,
Aho ! Shrutgyanam