________________
[ ૩૬ !
તેમને માટે સાંકડા દરવાજા જે ઘરને હોય તે સાધુનિમિત્તે મેટા કરાવે, અથવા ઘણું મોટા હોય તે જરૂર જેટલા સાંકડા કરાવે, અથવા સરખી જગ્યા હોય તે સ્ત્રીઓને આવવાના ભયથી વિષમ કરાવે, અથવા વિષમ હેય તે સાધુઓના સમાધાન માટે સરખી બનાવે છે, તથા ઘણું હવાવાળી જગ્યાને શીયાળે હેય તે પવન ન આવે તેવી બનાવવા આરંભ કરે, અને ઉનાબે હોય અને પવન વિનાની જગ્યા હોય તે હવાવાળી બનાવવા પ્રયત્ન કરે, તથા ઉપાશ્રયના ચેકમાં લીલું ઘાસ હોય તે છેદી છેદી-ઉખેડી ઉખેડીને ઉપાશ્રય રહેવાયોગ્ય સંસ્કારવાળે બનાવે, અથવા સુવાની જગ્યા સંસ્મારકને સુધારે. અને તે મનમાં એ ઉદેશ રાખે કે સાધુની શય્યાના સંસ્કારમાં આપહું કર્તવ્ય છે. માટે આપણે કરવું જોઈએ, કારણ કે તેઓ નિર્ચથ-અકિંચન છે, વળી ગૃહસ્થ તેમ ન કરે તે કારણ આવે સાધુ પોતે (નિધણ થઈને) કરીલે. એટલા માટે અનેક દેષથી દુષ્ટ એવું સંખડિ (જમણું) જાણુંને લગ્ન વિગેરેની પ્રથમ અને મરણ પાછળની પછીની સંખડીમાં જમણને ઉદેશીને સાધુ ન જાય, અથવા આગળ સંખડિ થવાની છે, માટે પ્રથમ સાધુ જાય, અથવા ગૃહસ્થ જગ્યાને સુધારી રાખે, અથવા સં ખડિ પૂરી થઈ, માટે હવે વધેલું ભજન (મિષ્ટાન્ન) ખાઈ એવી બુદ્ધિથી પછીથી સાધુઓ જાય, માટે સાધુએ તેવી સંખડિના જમણને ઉદેશીને તેવા સ્થાનમાં વિહાર ન કરે, આજ સાધુની સંપૂર્ણ સંયમશુદ્ધિ છે, કે સંખડિમાં સર્વથા જવાનું માંડીવાળવું.